કર્મચારી માત્ર 3 મિનિટ વહેલો લંચ માટે ઊભો થઈ ગયો, બોસે આપી એવી સજા.....
: જાપાનમાં હાલ એક અહેવાલ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. એક કર્મચારીની ભૂલ માત્ર એટલી જ હતી કે તે લંચ માટે 3 મિનિટ વહેલો જતો રહ્યો.
નવી દિલ્હી: જાપાનમાં હાલ એક અહેવાલ ખુબ વાઈરલ થઈ રહ્યાં છે. એક કર્મચારીની ભૂલ માત્ર એટલી જ હતી કે તે લંચ માટે 3 મિનિટ વહેલો જતો રહ્યો. બોસે તેનો અડધા દિવસનો પગાર જ કાપી લીધો. આ વ્યક્તિ જાપાનના શહેર કોબમાં વોટરવર્ક્સ બ્યુરોમાં કામ કરે છે. લંચ બ્રેક બપોરે 1 વાગે પડે છે. પરંતુ આ કર્મચારી 12.57 વાગે જ સીટ પરથી ઊભો થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર આ અહેવાલ ખુબ જ વાઈરલ થયા છે.
બોસને જેવી ખબર પડી કે કર્મચારી લંચ માટે 3 મિનિટ વહેલો ઊભો થઈ ગયો કે બોસે સજા આપવા માટે એક મિટિંગ બોલાવી લીધી. ત્યારબાદ દિવસનો અડધો પગાર કાપીને પણ તેને માફી માંગવા માટે જણાવવામાં આવ્યું. ઓફિશિયલ્સે આ રિપોર્ટ્સ અંગે કહ્યું કે જે થયું તે ખુબ ખોટુ થયું. તેના માટે અમે શર્મિંદા છીએ. કંપનીએ આ પ્રકારના કાયદા એટલા માટે બનાવ્યાં છે કારણ કે કર્મચારી કામ પર ફોકસ કરે અને દરેક વસ્તુ સમયસર કરે.
સોશિયલ મીડિયા પર કંપનીની આ હરકતથી લોકો ખુબ નારાજ છે. એક યૂઝરે લખ્યું કે આ ખુબ બેવકૂફીભર્યુ છે. એ પણ જણાવી દો કે સ્મોક કરવા માટે શું ટાઈમ હશે? અન્ય એક યૂઝરે લખ્યું કે જે થયું તે ખુબ ખરાબ થયું. શું કોઈ કર્મચારી ક્યારેય બાથરૂમ પણ ન જઈ શકે?