Topless Woman Protest Against Rape At Cannes Red Carpet: દુનિયાભરમાં હાલમાં કાંસ ફિલ્મ ફેસ્ટિવલની ધૂમ છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં એક-એકથી ચઢિયાતિ તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયથી માંડીને દીપિકા પાદુકોણ સુધી તમામ ભારતીય ફિલ્મ સ્ટાર્સ પણ ભાગ લેવા માટે પહોંચ્યા છે. આ દરમિયાન એક મહિલા આ રેડ કાર્પેટથી સૌથી વધુ ચર્ચામાં આવી છે. 


પ્રોસ્ટેસ્ટ કરવા ઉતરી મહિલા
રેડ કાર્પટ પર તમામ હસ્તીઓ પોતાના એક-એક સુંદર લુક્સ ફ્લોન્ટ કરી રહી હતી ત્યારે પણ અચાનક એક ટોપલેસ મહિલા રેડ કાર્પેટ જોવા મળી. આ ઘટના પર દરેકની આંખો પહોળી રહી ગઇ અને રૂવાડાં ઉભા થઇ ગયા. સેલેબ્સની ભીડમાં એક યૂક્રેનની મહિલાયૂક્રેનના ધ્વજના રંગમાં રંગાઇ પોતાના શરીર પર 'સ્ટોપ રેપિંગ અસ' નો આરોપ લગાવતી જોવા મળી. આ મહિલાએ આરોપ લગાવ્યો છે કે રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં લાખો મહિલાઓ સાથે દુષ્કર્મ કરવામાં આવી રહ્યું છે.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube