વોશિંગ્ટનઃ અમેરિકાએ ઈરાન પર ફરીથી આકરા પ્રતિબંધ લગાવી દીધા છે. આ પ્રતિબંધોને બહુપક્ષીય પરમાણુ સમજુતી બાદ હટાવવામાં આવ્યા હતા. મેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પરમાણુ સમજુતીમાંથી બહાર થવાની જાહેરાત કરી. અમેરિકી પ્રતિબંધોના પહેલા ચરણમાં ઈરાનની અમેરિકી મુદ્રા સુધી પહોંચ તથા કાર અને કારપેટ સહિત અન્ય મુખ્ય ઉદ્યોગોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈરાન પહેલાથી જ પ્રતિબંધના પ્રભાવનો સામનો કરી રહ્યું છે. ટ્રમ્પ દ્વારા સમજુતીમાંથઈ બહાર નિકળવાની જાહેરાત બાદ તેની મુદ્રા રિયાલનું મૂલ્ય આશરે અડધુ થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે પરમાણુ સમજુતી પર નિશાન સાધતા તેને ભયાનક, એકતરફો સોદો ગણાવી દીધો છે. ટ્રમ્પે કાલે ફરી એકવાર પરમાણુ સમજુતી પર નિશાન સાધતા તેને એકતરફી સોદો, ભયાનક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, આ સમજુતી ઈરાનના પરમાણુ બન બનાવવાના તમામ માર્ગોને અવરોધ કરવાના મૌલિક ઉદ્દેશ્યને હાસિલ કરવામાં નાકામ રહી છે. ટ્રમ્પે કાલે જારી કાર્યકારી આદેશમાં કહ્યું કે, મિસાઇલના વિકાસ અને ક્ષેત્રમાં ઘાતક ગતિવિધિઓના વ્યાપક અને સ્થાયી સમાધાન ખાતર ઈરાન પર નાણાકીય દબાણ કરવામાં આવ્યું છે. યૂરોપીય યૂનિયનની રાજદ્વારી પ્રમુખ ફેડેરિકા મોગેરિનીએ કહ્યું કે, અમેરિકાએ ફરીથી પ્રતિબંધ લગાવવા પર બ્રિટન, ફ્રાન્સ અને જર્મની સહિત સમૂહના અન્ય દેશોએ ખેદ વ્યક્ત કર્યો છે. 


અમેરિકાના દંડના ડરથી ઘણી મોટી કંપનીઓ ઈરાનમાંથી બહાર જઈ રહી છે
અમેરિકી દંડના ડરથી ઘણી મોટી કંપનીઓ ઈરાનમાંથી બહાર જઈ રહી છે. ટ્રમ્પે ઈરાનની સાથે વ્યાપાર જારી રાખનાર કંપનીઓ અને લોકોને ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી છે. અમેરિકી પ્રતિબંધોનું બીજુ ચરણ 5 નવેમ્બરથી પ્રભાવી થશે.



આ સ્થિતિ ભારત, ચીન અને તુર્કી જેવા ઘણા દેશોને વધુ નુકસાન પહોંચાડશે. ઈરાનના વિદેશ પ્રધન મોહમ્મદ જાવદ જરીફે કહ્યું કે, ટ્રમ્પના આ પગલાથી અમેરિકા દુનિયામાં એકલું પડી ગયું છે. તેમણે કહ્યું કે, પ્રતિબંધોથી કેટલાક વિક્ષેપો ઉભા થઈ શકે છે.