Train Accident in Greece: ગ્રીસમાં મોટો ટ્રેન અકસ્માત થયો છે. જેમાં છેલ્લે મળતી માહિતી મુજબ 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. સ્થિતિ જોતા મૃત્યુઆંક વધી શકે તેમ છે. ફાયર વિભાગના અધિકારીઓએ કહ્યું કે બુધવારે વહેલી સવારે ઉત્તર ગ્રીસમાં એક પેસેન્જર ટ્રેન અને એક માલગાડી વચ્ચે ટક્કર થઈ. આ અકસ્માતમાં 26 લોકોના જીવ ગયા. જ્યારે ઓછામાં ઓછા 85 લોકો ઘાયલ થયા. હાલ લોકોનું રેસ્ક્યૂ વર્ક ચાલુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ એથેન્સથી લગભઘ 380 કિલોમીટર ઉત્તરમાં ટેમ્પે પાસે દુર્ઘટના બાદ અનેક બોઘીઓ પાટા પરથી ઉતરી ગઈ. ઓછામાં ઓછી ત્રણ બોઘીઓમાં આગ લાગી ગઈ. પાસેના લારિસા શહેરમાં હોસ્પિટલના અધિકારીઓએ  કહ્યું કે ઓછામાં ઓછા 25 લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ અકસ્માત કોની  ભૂલથી થયો છે તે હાલ સ્પષ્ટ થયું નથી. 


ચીનમાં જ કોરોના વાયરસ બન્યો અને વિશ્વમાં લીક થયો, અમેરિકાએ કર્યો મોટો ઘટસ્ફોટ


મોતની ખુરશી! 300 વર્ષ જુની ખુરશીએ લીધો છે 63 લોકોનો ભોગ, જાણો શ્રાપિત ખુરશીની કહાની


કંદોવન ગામ! 700 વર્ષથી ચકલીના માળા જેવા ઘરમાં રહે છે લોકો


રિપોર્ટ મુજબ ગ્રીસના થિસલી વિસ્તારના ગવર્નરે જણાવ્યું કે એક પેસેન્જર ટ્રેન એથેન્સથી ઉત્તર શહેર થેસાલોનિકી તરફ જઈ રહી હતી. ત્યારે માલગાડી થેસાલોનિકીથી લારિસા તરફ આવી રહી હતી. અચાનક ત્યારે આ બંને ટ્રેનો વચ્ચે લારિસા શહેરથી પહેલા ભીષણ ટક્કર થઈ. હાલ 250 મુસાફરોને ટ્રેનમાંથી સુરક્ષિત રેસ્ક્યૂ કરીને બસોમાં થેસાલોનિકી શહેર માટે રવાના કરાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube