ઝી બ્યૂરો, અમદાવાદઃ વિશ્વમાં ઘણાં એવા જીવ છે જેના વિશે આપણે જાણતાં નથી. કેટલાક જીવ એવા છે નરી આંખે જોઈ શકાતા નથી. આ આર્ટીકલમાં તમને દુનિયાના એવા જીવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પારદર્શી તો છે જ પણ સાથે સુંદર પણ છે...આ તમામ જીવમાં સૌથી વધુ દરિયાના ઉંડાણમાં રહે છે અને પોતાની અનોખી ઓળખ ધરાવે છે. દરિયાઈ જીવ સૃષ્ટિના અત્યંત સુંદર અને દુર્લભ જીવ છે એવું કહીશું તો એ પણ ખોટું નથી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


GLASS FROG
ચોમાસામાં નીકળી પડતા અને આખી રાત અવાજ કરતાં દેડકાંને તો તમે જોયા છે. લાલ, લીલા, પીળા દેડકાં પણ તમે જોયા છે પણ શું તમે ક્યારેય પારદર્શી દેડકાં જોયા છે ખરા? વેનેઝુએલામાં જોવા મળતા આ ગ્લાસ ફ્રોગ ઉભયચર સેન્ટ્રી લાડા પરિવાર સાથે જોડાયેલા છે. જે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. સામાન્ય રીતે આ દેડકાં કોઈ તળાવ કે નદીમાં નહી પણ ઉંચા વૃક્ષોની ઉંચી ડાળીઓમાં જ પોતાનું રક્ષણ કરવા લપાઈને બેઠાં હોય છે. પણ જ્યારે મેટિંગ કે પછી ઈંડા મૂકવાનો સમય થાય ત્યારે તે નદી કે તળાવ તરફ પ્રયાણ કરે છે. ગ્લાસ ફ્રોગનો રંગ લાઈટ પીળો અને લીલો હોય છે અને તેની ચામડી પારદર્શી હોય છે જેમાંથી પેટ, ધબકતું હદય અને લોહીની ભરેલી નસ પણ દેખાતી હોય છે. ફાયબરની ઉણપના કારણે કોઈ ગ્લાસ ફ્રોગની ચામડી રંગવિહિન હોય છે.



JELLYFISH
જેલી ફિશ વિશે તો તમે સાંભળ્યું જ છે આ જેલી ફિશ દુનિયાની સૌથી સુંદર માછલીઓમાં એક છે. તેની ચામડી ના માત્ર ટ્રાન્સપરન્ટ હોય છે પણ તેનો સ્પર્શ પણ એકદમ સોફ્ટ જેલી જેવો જ હોય  છે. દરિયામાં જો જેલીફિશ ફરતી હોય તો તમે મુશ્કેલીથી જ તેને જોઈ શકો છે. આખે આખુ શરીર પાણીથી બનેલુ હોય છે. આ જેલીફિશની અનેક પ્રજાતિઓ છે. પણ તમામ જેલી ફિશ આકારને છોડી બધી બાબતોમાં સરખી હોય છે. જેલીફિશની નળીઓમાંથી પ્રકાશ નીકળતો હોવાથી નાના જીવ તેની તરફ આકર્ષાય છે અને આરામથી જેલીફિશને ખોરાક પૂરો પડે છે. જેલીફિશની કેટલીક પ્રજાતિ ઝેરી હોય છે ઊંડા દરિયામાં જોવા મળે છે.



GLASS WING BUTTERFLY
ગ્રેટો ઓટોના નામે ઓળખાતી ગ્લાસ વિંગ બટરફ્લાય સેન્ટ્રલ અમેરિકા અને મેક્સિકોના પમાનામાં જોવા મળે છે. સામાન્ય રીતે રંગબેરંગી પતંગિયુ આપણું મન મોહી લેતુ હોય છે પણ અહીં તો ગ્લાસ વિંગ બટરફ્લાય પણ કઈ ઓછું નથી. આ પતંગિયુ ક્યાંય પણ બેસેલુ હોય તે તેની પાછળની તમામ વસ્તુઓ આરપાર સ્પષ્ટ જોઈ શકાય છે. તમે થોડીવાર આ પતંગિયાને જોશો તો તમને લાગશે કે કોઈએ કઈક ચિત્ર દોરીને મૂક્યું છે. આ ગ્લાસ વિંગની પાંખો 5થી 6 સેન્ટિમીટર લાંબી અને તેના ઉપરનો ભાગ કોઈ પણ રંગનો હોય છે. ગ્લાસ વિંગ બટરફ્લાયની સંખ્યા ઘણી જ ઓછી છે અને કોઈક જ જગ્યાએ ભાગ્યે જ જોવા મળે છે.



GLASS OCTOPUS
જેલીફિશ વિશે તો સાંભળ્યું પણ જેલી જેવા પારદર્શી ઓક્ટોપસ વિશે તો નહીં જ સાંભળ્યું હોય. ઓક્ટોપસની કલ્પના હંમેશા અજીબ પ્રકારના જીવ પ્રમાણે જ થઈ શકે પણ અહીં તો ગ્લાસ ઓક્ટોબસને જોવાનું સૌભાગ્ય કોઈકને જ પ્રાપ્ત થઈ શકે છે. ગ્લાસ ઓક્ટોપર ઉષ્ણકટિબંધિય દરિયામાં જ રહે છે કારણ કે અહીં સૂર્યનો પ્રકાશ વધુ નથી આવતો. ગ્લાસ ઓક્ટોપસનું કદ 11થી 45 સેન્ટીમીટર સુધીનું હોય છે. અને આંખો તો સામાન્ય ઓક્ટોપસ જેવી જ હોય છે પણ તે માથા પરથી સ્પષ્ટ પારદર્શી રીતે જોઈ શકાય છે અને આ જ આંખોથી દુશ્મન અને પોતાના શિકારને પણ સરળતાથી જોઈ શકે છે.

SEA CUCUMBER
આ એલિયન જેવું જીવ દરિયામાં 2 હજાર 750 મીટરની ઉંડાઈએ ઓશિયન ફ્લોર પર રહે છે. આ સી કકુમ્બર પોતાના કદ મુજબ 2 સેન્ટિમીટર પ્રતિમિનિટની ધમી ગતિએ આગળ વધે છે. આ વિચિત્ર જીવને પ્રથમ વખત ગલ્ફ ઓફ મેક્સિકોમાં શોધવામાં આવ્યું હતું. આ જીવ એટલુ બધુ પારદર્શી છે કે તેના પેટના આંતરડા સહિતના અન્ય અવયવો સરળતાથી જોઈ શકાય છે.



EUROPEAN EEL
યુરોપિયન ઈલ એવા પારદર્શી સાપ જેવું જીવ છે જે પોતાનો કલર બદલી પણ શકે છે. સૌથી પહેલા તે પારદર્શી બને છે અને પછી કલર ધીમે ધીમે કલર બદલે છે. યુરોપિયન ઈલની યુવાવસ્થા 5થી 25 વર્ષની હોય છે. અને ત્યારબાદ તેમાં મેચ્યોરિટીના ગુણ આવે છે તેવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. અને આ જ યુવાવસ્થા દરમિયાન તેની આંખોનો આકાર પણ બદલાઈને મોટો થઈ જાય છે. ત્યારબાદ તેના શરીરની બંને તરફ સિલ્વર કલર તૈયાર થવા લાગે છે જેનાથી તે માદા ઈલને આકર્ષે છે. આ કલર બદલાતા તે સિલ્વર ઈલ તરીકે ઓળખાવા લાગે છે.



SEA SLAP
આ ટ્રાન્સપરન્ટ સિલિન્ડર શેપના ઓર્ગેનિઝમ લાઈફ સાઈકલ માટે ખૂબ જ જાણીતા છે. કારણ કે આ બે પ્રકારનું જીવન જીવે છે. જેમાં તે એકલા પણ જીવન જીવે છે અને બીજા મોટા ઓર્ગેનિઝમના શરીરનો એક ભાગ બનીને પણ રહે છે. તે એકબીજા સાથે જોડાઈ એક મોટી ચેઈન બનાવે છે. અને આ મોટી ચેઈનની લંબાઈ સાડા ચાર મીટર જેટલી હોય છે.



GLASS SQUID
અત્યાર સુધીમાં ગ્લાસ સ્ક્વિટની 60 જેટલી અલગ અલગ પ્રજાતિઓ શોધવામાં આવી છે. તેમાંથી સૌથી વધુ બાયોલ્યુમિનસન્ટ હોય છે. એટલે કે તે પોતાના શરીરમાંથી પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે. આ પ્રકાશ ફેલાવનારા અવયવો તેની આંખની નીચે હોય છે. ગ્લાસ સ્ક્વિડની બોડી એટલી બધી પારદર્શી હોય છે કે તેના શરીરના અન્ય અવયવો, લોહીની નસ અને માસ આરામથી જોઈ શકો છો જો આ સ્ક્વિડ તમને દેખાય તો.



WARTY COMB JELLY OR SEA WALNUT
વર્ટી કોમ્બ જેલી અથવા સી વોલનટના નામે ઓળખાતું આ જીવ દરિયામાં જોવા મળે છે. તેના શરીરનો આકાર ગોળ હોય છે અને અખરોટની જેમ લાઈટ કરતી લાઈનિંગવાળી કોશિકાઓ હોય જે કાંસકાની જેમ પણ દેખાય છે. આ માછલીનો 97 ટકા ભાગ પાણી હોવાથી તે આખે આખી ટ્રાન્સપરન્ટ હોય છે. માત્ર લાઈનિંગ હોય છે પણ જ્યારે તે ગુસ્સે થાય અથવા ગભરાય ત્યારે તેના શરીરની કાંસકા જેવી લાઈનિંગમાંથી રેઈન્બો જેવા રંગની લાઈટ થાય છે. દિવાળીમાં જે લાઈટનો શણગાર આપણે એક ઝાડ પર કરીએ તેવો જ આભાસ ઉભો કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube