યુરોપીયન સંઘ (ઈયુ)એ નવા વિઝા નિયમોને અપનાવ્યા છે. નવા નિયમો હેઠળ ભારતથી વારંવાર યુરોપની મુસાફરી કરનારા મુસાફરોને લાંબી વેલિડિટીની સાથે મલ્ટીપલ એન્ટ્રી શેન્ગન વિઝા માટે અરજી કરવાની છૂટ મળશે. આ સાથે જ 29 યુરોપીયન દેશોની મુસાફરી કરવી સરળ બની જશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ યુરોપીયન સંઘના રાજદૂત હર્વે ડેલ્ફિને સોમવારે એક્સ પર એક પોસ્ટમાં યુરોપીયન કમિશન દ્વારા ભારતીય નાગરિકોને મલ્ટીપલ વિઝા ઈશ્યુ કવરાના વિશિષ્ટ નિયમો વિશે જાહેરાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુરોપની મુસાફરી સરળ બની
ડેલ્ફિને પોતાની પોસ્ટમાં લખ્યું કે યુરોપની મુસાફરી હવે સરળ બની છે. ઈયુએ ભારતની સાથે લોકો જોડે લોકો વચ્ચે સંપર્ક વધારવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. નવા શેન્ગન વિઝા વ્યવસ્થા સતત મુસાફરોને મલ્ટી યર વિઝા (5 વર્ષ સુધી) સુધી પહોંચ પ્રદાન કરે છે. યુરોપ ભાગીદારી પર ખરું ઉતરે છે!


શેન્ગન વિઝા ક્ષેત્રમાં 25 યુરોપીયન સંઘના સભ્ય દેશ અને ચાર બિન યુરોપીયન સંઘના દેશ આઈસલેન્ડ, લિકટેન્સ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડ સામેલ છે. ભારતમાં યુરોપીયન સંઘના પ્રતિનિધિમંડળે એક નિવેદનમાં કહ્યું કે નવા નિયમ આજ સુધી લાગૂ શેન્ગન વિઝા કોડના માનક નિયમોની સરખામણીમાં વધુ અનુકૂળ છે. 


મલ્ટી યર વેલિડિટી વિઝા લેવા સરળ બન્યું
નિવેદનમાં કહેવાયું છે કે ભારતમાં રહેતા અને શોર્ટ સ્ટે શેન્ગન વિઝા માટે અરજી કરનારા ભારતીય નાગરિકો માટે નવા વિઝા 'કેસ્ટેડ' સિસ્ટમ ફાયદાકારક રહેશે. તે સ્થાપિત ટ્રાવેલ હિસ્ટ્રીવાળા મુસાફરો માટે મલ્ટી યર વેલિડિટી વિઝા સુધી સરળ પહોંચ પ્રદાન કરશે. 


મીડિયા રિપોર્ટ્સ મુજબ નવા નિયમો હેઠળ ભારતમાં રહેતા અને ટૂંકી મુદતના શેન્ગન વિઝાની અરજી કરારા લોકોને એકથી વધુ વર્ષના વિઝા ઝડપથી મળી શકશે. ભારતના નાગરિકો માટે લાંબા ગાળાના તેમજ બે વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝાનો માર્ક મોકળો બન્યો છે. જો કે તેમણે અગાઉના ત્રણ વર્ષમાં બે વિઝાનો કાયદેસર ઉપયોગ કર્યો હોવો જોઈએ. પાસપોર્ટમાં પૂરતી વેલિડિટી હોય તો સામાન્ય રીતે બે વર્ષના વિઝા પછી પાંચ વર્ષના વિઝા મળી શકે છે. આવા વિઝાના વેલિડિટી ગાળામાં વિઝાધારક વિઝાની જરૂર ન હોય તેવા નાગરિકો સામે મુસાફરીના અધિકાર માણી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube