1 પત્ની અને 4 ગર્લફ્રેન્ડ; પાછા બધા રહેતા હતા એક જ બિલ્ડિંગમાં, કોઈને કશું ખબર નહીં... ગજબનો ખેલાડી નીકળ્યો આ વ્યક્તિ
પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ એવો હોય છે જેમાં જો પ્રમાણિકતા, ભરોસો નહીં હોય તો તેને તૂટતા જરાય વાર લાગતી નથી. જો કે દુનિયામાં એવા પણ કેટલાક લોકો છે જેમને આવા પવિત્ર સંબંધ તૂટવાથી પણ જાણે કોઈ ફરક પડતો નથી.
પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ એવો હોય છે જેમાં જો પ્રમાણિકતા, ભરોસો નહીં હોય તો તેને તૂટતા જરાય વાર લાગતી નથી. જો કે દુનિયામાં એવા પણ કેટલાક લોકો છે જેમને આવા પવિત્ર સંબંધ તૂટવાથી પણ જાણે કોઈ ફરક પડતો નથી. પાડોશી દેશ ચીનથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે જાણીને તમને પણ એમ થશે કે આવું શક્ય કઈ રીતે બને.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ એક વ્યક્તિએ એવો ખેલ ખેલ્યો કે એક સાથે પાંચ પાંચ યુવતીઓને તે પ્રેમના નામે દગો આપતો રહ્યો. કોઈને ખબર ન પડી કે તે બધાનો પાર્ટનર એક જ યુવક છે. ચોંકાવનારી વાત એ છે કે આ બધી યુવતી પાછી એક જ કોમ્પ્લેક્સમાં રહેતી હતી પરંતુ ચાર વર્ષ સુધી પોતાના પતિ કે બોયફ્રેન્ડ વિશે આ વાત જાણી શકી નહીં.
આ વ્યક્તિ જિલિન પ્રાંતનો રહીશ છે અને તેના પિતા કન્સ્ટ્ર્કશન સેક્ટરમાં કામ કરતા હતા તથા માતા બાથહાઉસમાં એટેન્ડેન્ટ હતી. ગરીબીના કારણે અભ્યાસ છોડવો પડ્યો હતો પરંતુ તે પોતાની જાતને અમીર જ દેખાડતો હતો. તેણે એક યુવતી સાથે અફેર કર્યું અને પછી મોંઘી ભેટો આપીને પ્રેમજાળમાં ફસાવી રાખી. ગર્ભવતી થતા બંનેએ લગ્ન કરી લીધા. જેવી તે પત્નીને વ્યક્તિની સચ્ચાઈ ખબર પડી તો તેણે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. આ ઘટનાના બીજા અઠવાડિયામાં જ આ વ્યક્તિએ બીજી યુવતીને ફસાવી અને તે જ કહાની દોહરાવી. ત્યારબાદ તેણે ઘરના રિનોવેશનના નામે તેની પાસેથી 16.5 લાખ રૂપિયા ઉધાર પણ લઈ લીધા. એટલું જ નહીં તેણે એ બિલ્ડિંગમાં એક ભાડે ઘર લઈને ગર્ભવતી ગર્લફ્રેન્ડને ત્યાં જ રાખી જ્યાં તેની પત્ની રહેતી હતી.
છોકરીઓને ફસાવી પૈસા પડાવતો
આ વ્યક્તિએ આ પૈસા અન્ય છોકરીઓને ફસાવવામાં ખર્ચ્યા. તેણે એ જ કોમ્પ્લેક્સમાં બે વધુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ અને એક નર્સને પણ પોતાની જાળમાં ફસાવી. તેમની પાસેથી તેણે 1.7 લાખ, 1.18 લાખ અને 94 હજાર રૂપિયા પડાવ્યા. તેમાંથી એક યુવતીએ જ્યારે પૈસા પાછા માંગ્યા તો તેણે તેને નકલી નોટો ભરેલી બેગ પકડાવી દીધી. આખરે જ્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી તો ત્યારે આ વ્યક્તિનો ભાંડો ફૂટ્યો. તેની પત્ની, અને અન્ય ગર્લફ્રેન્ડની મુલાકાત બાળકને ફેરવતી વખતે થઈ. ત્યારે ખબર પડી કે બંનેના પતિ એક જ છે. કોર્ટે તમામને તેમના પૈસા પાછા અપાવ્યા અને આ વ્યક્તિ પર 14 લાખનો દંડ ફટકાર્યો છે. જ્યારે વ્યક્તિને સાડા 9 વર્ષની જેલની સજા પણ થઈ છે.