Chinese Company Offers Cash Bonus: વસ્તી દ્વષ્ટિએ ચીન પ્રથમ ક્રમે છે. ચીનમાં સૌથી વધુ વસ્તીવધારો હોવાછતાં ચીને 2016 માં પોતાની એક બાળકની પોલિસીને સમાપ્ત કરી દીધી હતી. આ પોલીસીને 1980 દેશના વસ્તીવધારાને કાબૂમાં કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પડોશી દેશે મે ત્રણ બાળકોની પોલિસી રજૂ કરી. ચીની સરકાર હવે પોતાના નાગરિકોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તાજેતરમાં જ સમાચાર સામે આવ્યા હતા કે એક ચીની કંપની હવે ત્રીજા બાળકને જન્મ આપનાર કર્મચારીને ઇંસેટિવ આપી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિપોર્ટ્સમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જે કર્મચારી પોતાના બીજા બાળકને જન્મ આપશે, તેને 60,000 યુઆનનું બોનસ મળશે, જે લગભગ 7 લાખ રૂપિયાની આસપાસ છે અને જો કોઇએ પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો તો તેને 30,000 યુઆનનું બોનસ, જે 3.50 લાખથી વધુ છે. 


રિપોર્ટ્સ અનુસાર બીજિંગ ડાબિનોન્ગ ટેક્નોલોજી ગ્રુપ ત્રીજા બાળકને જન્મ માટે 10,000 યુઆન કેશ બોનસ આપી રહી છે, જે લગભગ 11.50 લાખ રૂપિયા છે. કથિત રીતે કેશ બોનસ ઉપરાંત કંપની મહિલા કર્મચારીને એક વર્ષની રજા અને પુરૂષ કર્મચારીને નવ મહિનાની રજા આપી રહી છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે એક બાળકની નીતિના પરિણામસ્વરૂપ લિંગ રેશિયામાં ફેરફાર આવ્યો છે. ચીને જનસંખ્યા અસમાનતાનો સામનો કરવો પડ્યો અને વૃદ્ધ જનસંખ્યાનો રેશિયો પણ વધ્યો છે. વન ચાઇલ્ડ પોલિસીએ છોકરાઓ માટે પ્રાથમિકતાના કારણે ગર્ભપાત પણ કરાવ્યો હતો. તેના લીધે દેશે એક બાળકની નિતીને ખતમ કરી દીધી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube