નવી દિલ્હી: બહારથી ખાવાનું મંગાવવું એ હવે આપણી લાઈફસ્ટાઈલનો એક જરૂરી ભાગ બની ગયો છે. આજકાલ ફોનમાં અનેક એવી એપ્સ અને વેબસાઈટ્સ છે જેની મદદથી ડિસ્કાઉન્ટ પર સરળતાથી ભોજન ઓર્ડર કરી શકાય છે. ફિલિપાઈન્સની એક મહિલાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેના ઓર્ડર સાથે ભયંકર ચૂક થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગાવ્યું ફાઈ્ડ ચિકન અને નીકળી આ વસ્તુ
જો તમે હંમેશા બહારથી ઓર્ડર કરતા હોવ તો આ તમારે ખાસ જાણવા જેવું છે. આવું કોઈની પણ સાથે થઈ શકે છે. વાત જાણે એમ છે કે ફિલિપાઈન્સમાં રહેતી Alique Perez નામની મહિલાએ તેના પુત્ર માટે ફાઈડ ચિકન(Fried Chicken) ઓર્ડર કર્યું હતું. ભોજનની ડિલિવરી થયા બાદ મહિલાના પુત્રએ ખાવા માટે ચિકનના ટુકડા કરવાનો પ્રયત્ન કર્યો તો છક થઈ ગયો. કારણ કે પેકેટમાં જે વસ્તુ આવી હતી કે ચિકન નહતી પરંતુ ટુવાલ હતો. 


વીડિયો વાયરલ
આ ઘટનાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. મહિલા તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. તેને ખબર પડી કે પેકેટમાં ચિકનની જગ્યાએ ટુવાલ ફ્રાય કરીને મોકલી દેવાયો છે તો તેના હોશ ઉડી ગયા. મહિલાને તો સમજમાં જ ન આવ્યું કે આખરે ટુવાલને બટરમાં નાખ્યા બાદ ફ્રાય કેવી રીતે કર્યો હશે. 



બહારનું ખાઓ તો ધ્યાન રાખો
ભોજનની હોમ ડિલિવરી અંગેની આ પ્રકારની વિચિત્ર ઘટનાઓ અનેકવાર સામે આવી ચૂકી છે. કેટલીય ફરિયાદો પણ ઉઠી છે. જે જાણીને લોકોના હોશ ઉડી જાય છે. આ વાયરલ વીડિયો પણ તેનું ઉદાહરણ છે. આથી બહારથી કઈ પણ મંગાવતા પહેલા ખુબ ચેક કરો અને ઓર્ડર આવ્યા બાદ પણ તરત ચેક કરી લો. જો કઈ સમસ્યા જોવા મળે તો તરત ફરિયાદ કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


Also Watch