નવી દિલ્હી: અમેરિકા (America) માં એક પરણિત મહિલા ટીચર જઘન્ય કૃત્ય કરતા પકડાઈ છે. આ સમગ્ર ઘટનાએ હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબ ચકચાર મચાવી છે. મહિલા ટીચરે (Teacher) પતાની હવસ સંતોષવા માટે પોતાના જ એક 15 વર્ષના વિદ્યાર્થીને દત્તક લીધો અને પછી તેની સાથે શારીરિક સંબંધ (Sex) બાંધ્યા. આ ઘટના અમેરિકાના ન્યૂજર્સીના ટ્રેન્ટન (Trenton) ની છે. હાલ મહિલા ટીચરનું શાળાએ જવાનું બંધ કરાવી દેવાયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ મહિલાએ 2015માં આ વિદ્યાર્થીને દત્તક (Adopt) લીધો હતો. કહે છે કે આ વિદ્યાર્થીને તેના ઘરવાળાઓએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો. 45 વર્ષની આ મહિલા ટીચરનું નામ રાયના કલ્વર છે જેણે 2016માં આ વિદ્યાર્થીની કાયદેસર ગાર્ડિયનશીપ લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pensacola base shooting: અમેરિકી સૈન્ય અડ્ડા પર ગોળીબારી, ત્રણ લોકોના મોત, સાઉદી કિંગે કર્યો ફોન


છોકરાને દત્તક લીધાના થોડા દિવસ બાદ જ એક દિવસ રાતે સૂતા પહેલા જ મહિલા ટીચરે વિદ્યાર્થીની સામે જ પોતાના કપડાં ઉતારી દીધા અને તેને પહેલા તો ઓરલ સેક્સ અને ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા માટે મજબુર કર્યો. પીડિત વિદ્યાર્થીના જણાવ્યાં મુજબ ત્યારબાદ આ સિલસિલો સતત ચાલુ જ  રહ્યો અને અનેક મહિનાઓ સુધી ટીચર રોજેરોજ તેની સાથે શારીરિક સંબંધ બાંધતી હતી. હાલ આ મામલે હજુ પણ ટ્રાયલ ચાલી રહી છે. ધરપકડ બાદથી જ ટીચર રજાઓ પર હતી પરંતુ હવે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેના શાળાએ જવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે. મહિલા ટીચર પર વિદ્યાર્થીનું ભવિષ્ય ખરાબ કરવા અને શારિરીક શોષણના મામલે કેસ ચાલી રહ્યો છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube