ઓટાવાઃ ભારતમાં કિસાનોના મુદ્દા પર જ્ઞાન આપનાર પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોની ખુરશી મુશ્કેલીમાં આવી ગઈ છે. કેનેડાની રાજધાની ઓટાવામાં પ્રદર્શન કરી રહેલા 50 હજાર પ્રદર્શનકારીઓએ વચન લીધુ છે કે તે પીએમ ટ્રૂડાના રાજીનામા સુધી અહીં જ રહેશે. તેમણે કહ્યું કે, જસ્ટિન ટ્રૂડોએ ચોક્કસપણે જવું પડશે. આ પહેલા ટ્રૂડોએ પ્રદર્શન કરનારને ગણ્યાગાંઠ્યા લોકો અને સ્વાસ્તિક ફરકાવનાર ગણાવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેનેડાના પીએમ ટ્રૂડોએ દેશની સંસદમાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન પ્રદર્શનકારીઓ વિરુદ્ધ આ વિવાદિત ટિપ્પણી કરી હતી. તેનાથી ન માત્ર વિપક્ષી દળો પરંતુ ખુદની લિબરલ પાર્ટીના સાંસદ પણ ભડકી ગયા અને તેમના રાજીનામાની માંગ કરવા લાગ્યા. હવે પ્રદર્શનકારીઓએ ડેલી મેલ સાથે વાતચીતમાં કહ્યું છે કે ટ્રૂડોના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું અને વચન લીધુ કે તે ત્યાં સુધી ઓટાવા શહેરમાં રહેશે જ્યાં સુધી ટ્રૂડો રાજીનામુ આપશે નહીં, માસ્ક અને વેક્સીનને ફરજીયાત કરવાના નિર્ણયને ખતમ કરવામાં આવતો નથી. 


આ પણ વાંચોઃ Ukraine Crisis: રાષ્ટ્રપતિ બાઇડેનની અમેરિકી નાગરિકોને ચેતવણી, કહ્યું- યુક્રેન છોડી દો


કેનેડા અને અમેરિકાની સરહદ પર વ્યાપાર ઠપ
એક પ્રદર્શનકારી જેરી ઇગલ્સે કહ્યુ- હું કહેવા ઈચ્છુ છું કે ટ્રૂડો હવે કેનેડાના લોકોના સંપર્કથી બહાર થઈ ગયા છે. તે અમારા નેતા હોવાના પણ હકદાર નથી. કારણ કે ટ્રુડોએ અમને નાઝી કહ્યા હતા અને અહીં ઘણા બધા બાળકો છે. અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું કે, લોકો પીએમ પર હસી રહ્યા છે. "ટ્રુડો જૂઠ્ઠા છે અને આઈસ્ક્રીમ વેચવા માટે લાયક નથી," જસ્ટિન ટ્રૂડો કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી પિયરે ટ્રૂડોના પુત્ર છે.


આ વચ્ચે એક ટ્રક ચાલકોના પ્રદર્શનથી કેનેડા અને અમેરિકાની સરહદ પર વેપાર ઠપ્પ થઈ ગયો છે. તેનાથી જ્યારે અમેરિકા અને કેનેડા બંને દેશના તંત્ર તે વાત પર દબાવ બનાવી રહ્યાં છે કે પ્રદર્શનને કચળી નાખે. મિશિગનના ગવર્નર ગ્રેટચેન વ્હિટમરે એક નિવેદનમાં કહ્યુ કે, મારો સ્પષ્ટ સંદેશ છે. રસ્તા પર ટ્રાફિક ફરી લાવવામાં આવે. તો કેનેડામાં શરૂ થયેલું ટ્રક ચાલકોનું પ્રદર્શન વિશ્વના અનેક ભાગમાં ફેલાયું છે. આ બધા કોરોના વેક્સીનને ફરજીયાત કરવાનો વિરોધ કરી રહ્યાં છે. આ પ્રદર્શન કેનેડાની સાથે-સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને ફાન્સમાં પણ શરૂ થયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube