ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
કેનેડામાં મુખ્ય ખાલિસ્તાની અલગાવવાદીઓની હાજરી અને ગતિવિધિઓએ ભારત અને કેનેડા વચ્ચે સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી દીધા છે. કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા હિંદુ મંદિર પર હુમલા બાદ ટ્રુડોનો પ્લાન ઉઘાડો પડી ગયો છે.
નવી દિલ્હીઃ કેનેડામાં હિંદુ મંદિર પર હુમલાની ઘટના પછી હિંદુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા... બ્રેમ્પટનમાં હિંદુ સભાના મંદિર પરિસરમાં ઘૂસીને ખાલિસ્તાનીઓએ ભક્તો સાથે મારામારી કરી... આ મામલામાં પોલીસે કાર્યવાહી કરતાં 3 લોકોની અટકાયત કરી છે... તો કેનેડામાં રહેતા હિંદુ સમુદાયના લોકોએ ટ્રુડોના પ્લાનની પોલ ખોલી નાંખી છે... ત્યારે લોકોએ શું ખુલાસો કર્યો?... જોઈશું આ અહેવાલમાં...
જસ્ટીન ટ્રુડોના દેશમાં હિંદુઓ સાથે જે થયું તેની સંપૂર્ણ કહાની ત્યાં રહેતાં લોકો બતાવી રહ્યા છે... પ્લાનિંગ પ્રમાણે હિંદુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું... હિંદુઓ પર હુમલો કરવામાં આવ્યો... ત્યારે કેનેડાની પોલીસ મૂક સાક્ષી બનીને તમાશો જોતી રહી.... અને ખાલિસ્તાનના બહાને હિંદુઓનો ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરાયો. પરંતુ હવે ટ્રુડોનો આ પ્લાન બેકફાયર કરવા લાગ્યો છે... હિંદુઓ પર હુમલો થયો તો તેઓ એકઠા થયા... રસ્તા પર જયશ્રીરામના નારા લાગ્યા...
હિંદુઓએ મોટી સંખ્યામાં એકઠાં થઈને વિરોધ પ્રદર્શન કર્યુ... અને કેનેડાની સરકારની પોલીસ સામે નારેબાજી કરવામાં આવી...
મંદિર પરિસરની બહાર હજારોની સંખ્યામાં હિંદુઓ પહોંચ્યા... હાથમાં ત્રિરંગો હતો અને મોં પર ન્યાયની માગ હતી... પ્રદર્શનમાં જોડાયેલા એક-એક વ્યક્તિએ ટ્રુડોના ભારત વિરોધી પ્લાનની પોલ ખોલી નાંખી... આ તે લોકો છે જે કેનેડામાં રહે છે અને ટ્રુડોના ખેલને સારી રીતે જાણે છે...
કેનેડામાં રહેતા ભારતીયો જાણી ગયા છે કે ટ્રુ઼ડો ISI અને ચીનની કઠપૂતળી બનીને કામ કરે છે... અને આ પહેલાં પણ ટ્રુડો ચીન સાથે સારા સંબંધો બનાવવા માટે ભારત સાથે દુશ્મની કરી રહ્યા છે... અને હવે સીધી રીતે હિંદુઓને ટાર્ગેટ કરીને તણાવ વધારી દીધો છે...
કેનેડાએ ભારત સાથે દુશ્મની વહોરીને મોટી ભૂલ કરી છે... અને હવે હિંદુ મંદિર પર હુમલો થતાં પાણી માથા પરથી પસાર થઈ ગયું છે... ત્યારે એ જોવાનું રહેશે કે આ મામલામાં કેનેડાની શાન ઠેકાણે લાવવા ભારત શું પગલાં ઉઠાવે છે?.