વોશિંગ્ટન  : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે મોડી રાત્રે દેશને સંબોધિત કર્યો હતો. તેમના સંબોધનમાં બોર્ડરનો મુદ્દો છવાયેલો રહ્યો જેનો હળીમળીને ઉકેલવાની વાત પર તેમણે જોર આપ્યું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન-મેક્સિકો બોર્ડરની પરિસ્થિતી દિવસેને દિવસે વધી રહેલુ સંકટ ગણાવ્યું હતું. આસપાસનાં દેશોનું પણ તેના તરફ ધ્યાન ખેંચ્યું હતું. આ મુદ્દાના ઉકેલ માટે અને મેક્સિકો બોર્ડર પર સ્ટીલની દિવાલ બનાવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પે 5.7 અબજ ડોલરની માંગ કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ ઓવલ ઓફીસથી પહેલીવાર રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા હતા. બોર્ડરની સમસ્યા ઉકેલવા માટે લોકોને આગળ આવવાની અપીલ કરી હતી. તેમણે ગુરૂવારે રાત્રે કરેલા સંબોધનમાં ડેમોક્રેટ્સનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું અને તેને માનવીય અને લોકોનાં હૃદય માટે મોટુ સંકટ ગણાવ્યું હતું. સાથે જ ટ્રમ્પે સુરક્ષા અને લોકોની ભલાઇ માટે જેટલું ઝડપી શક્ય હોય ફંડિંગ પર જોર કર્યું હતું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ મેક્સિકો સાથેની પોતાની બોર્ડર પર દિવાલ બનાવવા માંગે છે. જો કે આ દિવાલ કોઇ સિમેન્ટ - કોંક્રિટ કે અન્ય પદાર્થની નહી પરંતુ સ્ટેઇનલેસ સ્ટીલની. જો કે હાલ આર્થિક સંકટ પેદા થવાનાં કારણે ટ્રમ્પ લોકોને પણ આ બોર્ડરનાં ખર્ચ માટે ફાળો આપવા અપીલ કરી છે. બીજી તરફ આ બોર્ડરનો ભારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. મેક્સિકો દ્વારા પણ આવી બોર્ડરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.