ઇસ્લામાબાદ : આતંકવાદ પર બેવડુ વલણ અપનાવનાર પાકિસ્તાનથી અમેરિકા ખુબ જ નારાજ છે. હાલમાં પાકિસ્તાનને આપવામાં આવનારી મદદ પણ અટકાવી દેવામાં આવી હતી. જો કે હવે પાકિસ્તાનનાં માહિતી મંત્રીએ દાવો કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પત્ર લખીને પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન પાસેથી સહયોગ માંગ્યા છે. ફવાદ ચૌધરીએ સોમવારે કહ્યું કે, ટ્રમ્પે ખાનને પત્ર લખીને અફધાન શાંતિ વાર્તા માટે મદદ માંગી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફવાદનાં અનુસાર ટ્રમ્પ અફધાન સુરક્ષા દળો અને અફધાન તાલિબાન આતંકવાદીઓ વચ્ચે 17 વર્ષોથી ચાલી રહેલ સંઘર્ષને ખતમ કરવા ઇચ્છીએ છીએ. તાલિબાન દેશ સાથે આંતરરાષ્ટ્રીય સેનાને બહાર કરવા અને પોતાનાં હિસાબ સખત ઇસ્લામીક કાયદાઓને લાગુ કરવા માટે લડાઇલ ડી રહ્યા છે. અમેરિકી અધિકારી લાંબા સમયથી તાલિબાન લીડરશીપને વાર્તાની ટેબલ પર લાવવા માટે પાકિસ્તાનથી પોતાનાં પ્રભાવનો ઉપયોગ કરવાનું દબાણ કરી રહ્યા છે. વોશિંગ્ટનનું કહેવું છે કે પાકિસ્તાનમાં તાલિબાન ઘણો મોટો આધાર છે. 

પાકિસ્તાની મંત્રી ફવાદે કહ્યું, ટ્રમ્પે ઇમરાન ખાનને પત્ર લકીને કહ્યું છે કે, પાકિસ્તાન સાથે સંબંધ અમેરિકા માટે ખુબ જ મહત્વપુર્ણ છે. આ સાથે જ અફઘાન સંઘર્ષનું સમાધાન કાઢવામાં પણ તેની ખુબ જ મોટી ભુમિકા છે. જો કે ઇસ્લામાબાદમાં અમેરિકા દૂતાવાસે આ પત્ર પર તત્કાલ કોઇ ટીપ્પણી નથી કરી. 

તમને જણાવી દઇએ કે ગત્ત મહિને ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અબજો ડોલરની અમેરિકી મદદ મળ્યા બાદ પણ પાકિસ્તાને અમેરિકા માટે કંઇ જ નથી કર્યું. તેમમે તેમ પણ કહ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓને ખબર હતી કે અલ કાયદાના પૂર્વ રસગણા ઓસામા બિન લાદેન તેમને ત્યાં એબટાબાદમાં છુપાયા બેઠા છે. ત્યાર બાદ 2011માં એક ઓપરેશનમાં અમેરિકી કમાંડોઝે  પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને ઠાર માર્યો હતો.