વોશિંગનટનઃ અમેરિકા હવે વિદેશથી આવનારા એ માતા-પિતાનાં બાળકોને નાગરિક્તા આપવાનું બંધ કરી દેશે જેમનો જન્મ કોઈ અમેરિકાની હોસ્પિટલમાં થયો હોય. અનેક વર્ષોથી લાગુ આ કાયદાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રારંભથી જ વિરોધી રહ્યા છે. હવે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમેરિકામાં જન્મજાત નાગરિક્તાનો અંત લાવવા અંગે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં લોકશાહીની ઉદારતાના કારણે એક એવો કાયદો અમલમાં છે, જેમાં માતા-પિતા પાસે અમેરિકાની નાગરિક્તા ન હોય, પરંતુ જો તેમના બાળકનો જન્મ અમેરિકાની કોઈ હોસ્પિટલમાં થાય તો તેને આપમેળે જ અમેરિકાની નાગરિક્તા મળી જાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે આ નાગરિક્તા સમાપ્ત કરવાના મુદ્દાને પોતાના ચૂંટણી પહેલાના એજન્ડામાં લઈ આવ્યા છે. તેમનો હેતુ 2020માં યોજાનારી અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દક્ષિણપંથી અમેરિકનોને પોતાની તરફ ખેંચવાનો છે. 


ટ્રમ્પે એક સવાલના જવાબમાં જણાવ્યું કે, અમે જન્મજાત નાગરિક્તા બાબતે ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છીએ. સ્પષ્ટ રીતે કહું તો આ કાયદો બકવાસ છે. અમેરિકાના આ નિર્ણયની અસર ભારતીયો સહિત અનેક વિદેશીઓ પર પડશે. ઘણા વિદેશી એવા હતા, જે લોકો ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં અમેરિકા પહોંચી જતા હતા અને ત્યાંની હોસ્પિટલમાં બાળકને જન્મ આપીને બાળકને અમેરિકાનો નાગરિક બનાવી દેતા હતા. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....