અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રપ સૌથી લોકપ્રિય વ્યક્તિઓમાં સામેલ છે. અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણી સમયે જ તેમના અલગ અલગ અંદાજ અને નિર્ણયોના લીધે તે દુનિયાભરમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા. પરંતુ અમેરિકા માટે તેમના નિર્ણયોને લઇને ઘણીવાર મજાક થઇ. સોશિયલ મીડિયા પર પણ તે સૌથી વધુ ફોલો કરવામાં આવતા લોકોમાં સામેલ છે. ટ્રંપ પોતે માને છે કે તે સૌથી સ્માર્ટ છે, પરંતુ ગૂગલ આ વાતને સ્વિકારતું નથી. ગૂગલ સર્ચ પર તેમના અલગ અલગ ફોટા છે. અમેરિકી વેબસાઇટ USA ટુડેમાં છપાયેલા સમાચાર અનુસાર જો તમે ગૂગલ પર Idiot સર્ચ કરશો તો સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રંપનો ફોટો સામે આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રંપનો ફોટો સૌથી ઉપર કેમ?
ગૂગલ સર્ચમાં સૌથી ઉપર ટ્રંપનો ફોટો કેમ છે? જોકે ગૂગલ ઇમેજીસ પર જ્યારે કોઇ કીવર્ડ ટાઇપ કરો છો, તો તે સૌથી પહેલાં તે ફોટાને બતાવે છે, જેમાં ખાસકરીને તે શબ્દોને મેટા ટેગમાં રાખવામાં આવ્યા છે. તેનો અર્થ થયો કે હજારો લોકોએ ટ્રંડના ફોટો 'ઇડિયટ' શબ્દની સાથે ટેગ કરતાં અપલોડ કર્યો છે. 


ગૂગલ રેકિંગમાં સૌથી પહેલાં વિશ્વનીય 
ગૂગલ-રેકિંગ કદાચ સૌથી વિશ્વનીય સ્ત્રોત નથી, પરંતુ એ પણ ખૂબ રસપ્રદ છે. જોકે અમે તેને સ્વયં કરવાનો પ્રયત્ન કર્યો અને અમે તેની પુષ્ટિ કરી શકીએ છીએ આ 100% સત્ય છે અને ખૂબ શાનદાર છે.


આઇંસ્ટીનનો પણ ફોટો
અહીં નોંધનીય વાત એ છે કે આ ગૂગલ ઇમેજ પેજ ટ્રંપની બાજુમાં પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇંસ્ટીનનો ફોટો જોવા મળે છે. જોકે, જે જીનિયસ હોવા છતાં ખોટું કહેવાય છે. તો બીજી તરફ જ્યારે તે પેજ પર નીચેની તરફ જશો તો તમને ટ્રંપના બીજા કેટલાક ફોટા પણ જોવા મળશે.  


કેમ 'ઇડિયટ' છે ટ્રંપ
ડોનાલ્ડ ટ્રંપ આમ તો અમેરિકાના રાષ્ટ્રપતિ છે, પરંતુ ગૂગલ તેમને ઇડિયટ કેમ કહી રહ્યું છે. જોકે ગૂગલ ઇમેજ સર્ચમાં 'ઇડિયટ' ટાઇપ કરતાં સૌથી ઉપર ટ્રંપનો જે ફોટો દેખાઇ છે, તે બેબીસ્પિટલ (Babyspittle) નામની અમેરિકી બ્લોગ સાઇટ છે. આ સાઇટ ખાસ કરીને રૂઢિવાદીઓની વિચારસણી અને તરફ ફેલાવવામાં આવતી અફવાઓ કાટ શોધવાનું કામ કરે છે. તેના પર ડોનાલ્ડ ટ્રંપને વારંવાર ઇડિયટ કહેવામાં આવ્યું છે. આ બ્લોગ સાઇટે ડોનાલ્ડ ટ્રંપના વિરૂદ્ધ ઘણા લેખ લખે છે. 'મૂર્ખામી ફરી હરકતો' પર ટીકા કરવામાં આવી છે.