ચીને આ દેશને `બરબાદ` કરવાની આપી ધમકી, અમેરિકાએ કહ્યું, ડરાવો નહીં નહિંતર...
અમેરિકાએ ચીન પર દબાવ ન નાખવા અને બંને પક્ષોને મતભેદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા આગ્રહ કર્યો છે
તાઈપેઃ અમેરિકાએ ચીનને તાઈવાન પર દબાણ ન નાખવા અને બંને પક્ષો વચ્ચેના મતભેદોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે આગ્રહ કર્યો છે. ચીનને તાઈવાન સરકાર સાથે ફરીથી વાટાઘાટો શરૂ કરવા પણ જણાવ્યું છે. તાઈવાનમાં અમેરિકન દૂતાવાસની જેમ કાર કરતા મિશનના પ્રવક્તાએ અહીં ગુરુવારે આ જણાવ્યું હતું.
સમાચાર એજન્સી એફેના રિપોર્ટ મુજબ ગયા અઠવાડિયે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ટાપુ સાથે એકીકરણ પ્રાપ્ત કર્યા બાદ સૈન્ય શક્તિનો પ્રયોગ પણ કરવાની વ્યક્ત કરાયેલી સંભાવનાને પગલે અમેરિકાને સેનેટર અને સાંસદોએ તાઈવાનને ટેકો આપ્યો હતો.
પેરિસની પ્રથમ 'ન્યૂડિસ્ટ' રેસ્ટોરન્ટ થઈ રહી છે બંધ, જાણો કારણ
ચીનને ટક્કર આપવા તાઈવાને કમર કસી
તાઈવાનની સેનાએ ચીન દ્વારા ટાપુ પર કબજો કરવા માટે સૈન્યશક્તિનો ઉપયોગ કરવાની ધમકી વચ્ચે આ વર્ષે મોટા પ્રમાણમાં લશ્કરી કવાયતની જાહેરાત કરાઈ હતી. આ યોજના અંગે તાઈવાનાના મેજર જનરલ ક્યો-હુઈના હવાલાથી કેન્દ્રીય ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, તાઈવાનની સેના નિયમિત રીતે આવા લશ્કરી અભ્યાસ કરતી રહે છે, પરંતુ આ વખતે ચીનના સંભવિત હુમલા સામે સુરક્ષા કરવા નવા યુદ્ધ કૌશલ્યો આધારિત કવાયત હાથ ધરાશે.
'ભારતીય કાર્યક્રમો અમારી સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે, બતાવવાની મંજૂરી નહીં મળે'- PAK ચીફ જસ્ટિસ
શી જિનપિંગે આપી હતી ધમકી
ઉલ્લેખનીય છે કે, શી જિનપિંગે 2 જાન્યુઆરીના રોજ તાઈવાનને આપેલા એક સંદેશામાં સૈન્યશક્તીનો ઉપયોગ કરવાની ધમકી આપતા જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો તેઓ બહારની શક્તિઓનો સામનો કરવા માટે આ અધિકારનો પણ ઉપયોગ કરી શકે છે. જોકે, શી જિનપિંગે અમેરિકાનું નામ લીધું ન હતું, પરંતુ આડકતરો ઈશારો જરૂર કર્યો હતો.
ચીનનો વિરોધ
આ અગાઉ અમેરિકન સેનેટમાં તાઈવાન સાથેના સંબંધોને પ્રત્સાહન આપતો ખરડો પસાર થયા બાદ ચીને અમેરિકા સમક્ષ આધિકારિક રીતે વિરોધ નોંધાવીને નારાજગી વ્યક્ત કરી હતી.