Twitter થયું ડાઉન, દુનિયાભરમાં લોકો થયા રઘવાયા
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર અનેક યૂઝર્સને મુશ્કેલી આવી રહી છે. તેઓ પેજ લોડ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા છે.
નવી દિલ્હી: માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર અનેક યૂઝર્સને મુશ્કેલી આવી રહી છે. તેઓ પેજ લોડ કરવામાં સમસ્યા અનુભવી રહ્યા છે. યૂઝર્સને ટ્વિટર ઓપન કરતા પેજ લોડ ન થવાની સમસ્યા આવી રહી છે. જેને લઈને અનેક યૂઝર્સે ફરિયાદ કરી છે. જોકે કેટલાક ફિચર્સને ટ્વિટર ડાઉન હોવા છતાં યૂઝર્સ એક્સેસ કરી શકે છે.
Twitter ને કેટલાક ડેસ્કટોપ પર એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલાક યૂઝર્સે જણાવ્યું કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મોબાઈલ ડિવાઈસ પર સારું કામ કરી રહ્યું છે. મોબાઈલ એપથી તેને એક્સેસ કરવામાં કોઈ મુશ્કેલી આવતી નથી. મોટાભાગના યૂઝર્સના જણાવ્યાં મુજબ તેઓ પોતાની ટાઈમલાઈન ચેક કરી શકતા નથી. આ ઉપરાંત તેઓ કોઈ પોસ્ટના ટ્વિટર થ્રેડ્સ પર રિપ્લાય કરી શકતા નથી. જેને લઈને વેબસાઈટ પર એક એરર મેસેજ જોવા મળી રહ્યો છે.
એરર મેસેજમાં "Something went wrong, try reloading" લખેલું જોવા મળે છે. વેબસાઈટ ડાઉન રિપોર્ટ કરનારી વેબસાઈટ Downdetector ના જણાવ્યાં મુજબ આ મુશ્કેલી બધા દેશોમાં થઈ રહી છે. ભારતીય સમય મુજબ સવારે 7.03 વાગ્યાથી આ મુશ્કેલી અનુભવાઈ રહી છે. વેબસાઈટના જણાવ્યાં મુજબ 6000થી વધુ યૂઝર્સ ટ્વિટરની આ સમસ્યા અંગે રાતથી જ ફરિયાદ કરી રહ્યા છે. જેમાં 93 ટકા ફરિયાદો ટ્વિટર વેબસાઈટને લઈને છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube