બેંગલુરુઃ મંગળવારે મોડી રાત્રે જાણીતી સોશિયલ મીડિયા(Social Media) વેબસાઈટ 'ટ્વીટર'(Twitter) અને તેનું ડેશબોર્ડ મેનેજમેન્ટ પ્લેટફોર્મ ટ્વીટડેક(TweetDeck) કામ કરતું બંધ થઈ ગયું હતું. જેના કારણે સમગ્ર વિશ્વમાં લાખો વપરાશકર્તાઓ પ્રભાવિત થયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'તમને ટ્વીટ કરવામાં, નેટિફિકેશન મેળવવામાં અને ડેશબોર્ડમ મેનેજમેન્ટમાં આજે તકલીફપડી રહી હશે. અમે આ સમસ્યાને દૂર કરવા અત્યારે પ્રયાસ કરી રહ્યા છીએ અને થોડા સમયમાં જ તમે પૂર્વવત રીતે કામ કરી શકશો.'


Outage મોનિટર કરતી વેબસાઈટ Outage.reportને જાપાન, કેનેડા અને ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી 4000થી વધુ ફરિદાયો મળી હતી. 


ટ્વીટરના પ્રતિનિધિએ સમાચાર સંસ્થા રોઈટર્સને જણાવ્યું કે, "રિપોર્ટર્સ અને અન્ય કન્ટેટ ક્રિએટર્સ દ્વારા ટ્વીટર એકાઉન્ટ મેનેજ કરવા માટે જે ટ્વીટડેકનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં સમસ્યા આવી રહી છે. અમે સમસ્યાનું મૂળ કારણ શોધવાના પ્રયાસ કરી રહ્યા છીએ."


શું છે સમસ્યા?
ટ્વીટડેક (TweetDeck) પર જ્યારે લોકો પોતાના એકાઉન્ટમાં લોગ ઈન(Log In) કરી રહ્યા છે ત્યારે તેમને લોગ ઈન કરવામાં સમસ્યા આવી રહી છે અને તેઓ સીથા જ ટ્વીટર વેબસાઈટ પર જતા રહે છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....