ટ્વિટરના નવા માલિક એલન મસ્કે કહ્યું છે કે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર બ્લૂ ટિક મેળવવા માટે દર મહિને 8 ડોલર (660 રૂપિયા) ચાર્જ લગાવવામાં આવશે.  બ્લૂ ટિક એ દર્શાવે છે કે એકાઉન્ટ વેરિફાઈડ છે. એલન મસ્કે બ્લૂ ટિકને લોકો માટે મોટી તાકાત ગણાવી છે. આ સાથે જ બ્લૂ ટિકની ચૂકવણીના ફાયદા પણ ગણાવ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મસ્કે ટ્વીટ કરીને કહ્યું કે બ્લૂ ટિકનો ચાર્જ સંબંધિત દેશની પર્ચેઝિંગ પાવર મુજબ હશે. એલન મસ્કે એમ પણ જણાવ્યું કે તેના શું ફાયદા થશે. ટ્વીટમાં મસ્કે લખ્યું કે યૂઝર્સને મેન્શન, રિપ્લાય અને સર્ચમાં પ્રાથમિકતા મળશે. જે સ્પમ અને સ્કેમને હરાવવામાં ખુબ જરૂરી છે. તમે મોટા મોટા વીડિયો અને ઓડિયો પોસ્ટ કરી શકશો. આ ઉપરાંત જાહેરાતોની સંખ્યા પણ મર્યાદિત હશે. 


ટ્વિટરને ખરીદ્યા બાદ હવે એલન મસ્ક બોસથી બિગ બોસ બની ગયા છે. સીઈઓ પરાગ અગ્રવાલ અને ચીફ ફાઈનાન્સ ઓફિસર નેડ સેગલની હકાલપટ્ટી કરવા જેવા પોતાના નિર્ણયોના કારણે સતત ચર્ચામાં છે. હવે મસ્કે અધિગ્રહણ બાદ ટ્વિટરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને ભંગ કર્યા છે. 


સીએનએનના રિપોર્ટમાં કહેવાયું છે કે અમેરિકી પ્રતિભૂતિ અને વિનિમય આયોગ (એસઈસી)ની સોમવારે થયેલી ફાઈલિંગ મુબ એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડાયરેક્ટર બની ગયા છે. એ સાબિત કરે છે કે ટ્વિટરના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ થવાની જગ્યાએ એલન મસ્ક હવે એકમાત્ર પ્રતિસ્થાપક છે. 


આ Video પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube