નવી દિલ્હીઃ ઇરાનમાં થયેલી અમેરિકાની કાર્યવાહી બાદ શુક્રવારથી વિશ્વભરમાં 'વર્લ્ડ વોર 3' ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. અમેરિકાની એરસ્ટ્રાઇકમાં ઈરાનની વિશેષ સેનાના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની સહિત 8 લોકોના મોત થયા હતા. તેના થોડા કલાકો બાદ લોકોએ ગૂગલ અને અન્ય સોશિયલ સાઇટ્સ પર ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે સર્ચ કરવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન ગૂગલ પર ‘World War 3’ના સર્ચિંગમાં અચાનક વધારો થયો હતો. તો ઈરાન શબ્દ 10 લાખ કરતા વધુ વખત સર્ચ કરવામાં આવ્યો છે. બીજીતરફ ટ્વીટર પર #ઈરાન,  #worldwar3 અને #WWIII જેવા હેશટેગ ટ્રેન્ડ કરી કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્હાઇટ હાઉસ પ્રમાણે, રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર અમેરિકાની સેનાએ પોતાના જવાનોની રક્ષા માટે જનરલ કાસિમને ઠાર કર્યો છે. કાસિમ ઈરાનની વિશેષ સેના રિવોલ્યૂશનરી ગાર્ડની કુદ્સ ફોર્સમના પ્રમુખ હતા અને મધ્યપૂર્વમાં અમેરિકાના અધિકારી અને ઇરાકમાં સૈનિકોને મારવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. કાસિમ ઈરાનના સુપ્રીમ લીડર અયાતોલ્લા ખમેનેઈની ખુબ નજીક હતા. 


જાણો કોણ છે ઈરાનની સુલેમાની, જેનાથી ડરતા હતા અમેરિકા, સાઉદી અરબ અને ઇઝરાયલ   

જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો દેશના અન્ય સમાચાર