કુશ્તી ક્લબમાં 2 બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું કાબુલ, 20ના મોત, ISએ લીધી જવાબદારી
અફઘાનિસ્તાનના કાબુલની એક કુશ્તી ક્લબમાં બુધવારે થયેલા ટ્વિન બોમ્બ વિસ્ફોટમાં બે પત્રકારો સહિત ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે જ્યારે 70 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તા હશમત સ્તાનિકજઈએ જણાવ્યું કે પાડોશના શિયા બહુમતીવાળા ખેલ પરિસરમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવ્યા બાદ એક કલાકની અંદર ઘટનાસ્થળે પત્રકારો અને સુરક્ષાદળોની હાજરીમાં વિસ્ફોટક ભરેલી એક કારમાં વિસ્ફોટ થયો. મીડિયા સમર્થક એક સંગઠન એનઆઈએએ જણાવ્યું કે બીજા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પત્રકારો ઘાયલ થયા છે.
કાબુલ: અફઘાનિસ્તાનના કાબુલની એક કુશ્તી ક્લબમાં બુધવારે થયેલા ટ્વિન બોમ્બ વિસ્ફોટમાં બે પત્રકારો સહિત ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે જ્યારે 70 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તા હશમત સ્તાનિકજઈએ જણાવ્યું કે પાડોશના શિયા બહુમતીવાળા ખેલ પરિસરમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવ્યા બાદ એક કલાકની અંદર ઘટનાસ્થળે પત્રકારો અને સુરક્ષાદળોની હાજરીમાં વિસ્ફોટક ભરેલી એક કારમાં વિસ્ફોટ થયો. મીડિયા સમર્થક એક સંગઠન એનઆઈએએ જણાવ્યું કે બીજા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પત્રકારો ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનની સૌથી મોટી ખાનગી પ્રસારક ટોલો ન્યૂઝે પોતાના બે પત્રકારોના માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. અમેરિકા સ્થિત એસઆઈટીઈ ગુપ્તચર સમૂહે આઈએસના પ્રોપગેન્ડા ચેનલ અમાકના હવાલે આ ખબર આપી છે કે ઈસ્લામિક સ્ટેટ સમૂહે ટ્વિન વિસ્ફોટની જવાબદારી લીધી છે. આઈએસ છાશવારે અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક શિયા સમુદાયને નિશાન બનાવે છે. તાલિબાને પત્રકારોને એક વ્હોટ્સએપ સંદેશ મોકલ્યો જેમાં પોતાની સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે.
આ અગાઉ ગત સોમવારે અફઘાનિસ્તાનના પૂર્વ પકતીકા પ્રાંતની રાજધાની શરનના બહારના વિસ્તારમાં સોમવારે આતંકીવાદીઓએ 3 શાળાઓ પર હાથગોળા અને રોકેટથી હુમલો કર્યો. પ્રાંતના શિક્ષા વિભાગના ઉપ પ્રમુખ નસીમ વાજિદે આ જાણકારી આપતા કહ્યું કે આ હુમલાએ હજારો વિદ્યાર્થીઓને શાળાથી દૂર રહેવા માટે મજબુર કર્યા છે.