નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર છાશવારે જાનવરોના વીડિયો વાયરલ થતા રહે છે અને હાલ તો બે મોઢાના સાપનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં બે મોઢાનો સાપ બે ઉંદરને એક સાથે ગળી જવાની કોશિશ કરી રહ્યો છે. રૂવાડાં ઊભા કરી નાખતો આ ખૌફનાક વીડિયો જોઈને નબળા હ્રદયના લોકો ગભરાઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાપના નામ બેન અને જેરી
વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલા સાપના બે માથા છે અને તેમના નામ બેન અને જેરી છે. બે મોઢાના આ ભયાનક સાપને એક સાથે બે ઉંદર ગળતા જોઈ શકાય છે. 


કોણે બનાવ્યો આ વીડિયો
બે મોઢઆના આ સાંપનો વીડિયો સ્કેનબાઈટ્સ ટીવી નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરાયો છે. આ વીડિયો જાણીતા વીડિયો  કન્ટે્ટ ક્રિએટર  Brian Barczyk એ ઈન્સ્ટાગ્રામ  રીલ્સમાં શેર કર્યો છે અને લખ્યું છે કે બે માથાવાળા સાપ બેન અને જેરી ખાવાનું ખાય છે. હું મારા તમામ સાપો અને જાનવરોને મિસ કરી રહ્યો છું. પરંતુ જલદી ઘરે આવીશ. ત્યારબાદ બધા મળીને એડવેન્ચર કરીશું. 



બે મોઢા સ્પષ્ટ જોઈ શકાય છે
વીડિયોમાં સાપના બે મોઢા સ્પષ્ટ જોઈ શકાય છે. આ સાથે બંને એક સાથે બે ઉંદરોને ગળી રહ્યા છે. 30 સેકન્ડનો આ વીડિયો જોઈને લોકો સ્તબ્ધ છે. અત્રે જણાવવાનું કે વીડિયો કન્ટેન્ટ ક્રિએટર  Brian Barczyk છાશવારે જાનવરો સાથે વીડિયો શેર કરે છે. 


લાખોવાર જોવાયો વીડિયો
બે મોઢાના આ સાપનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 3 લાખ લોકો જોઈ ચૂક્યા છે. આ સાથે જ લોકો કમેન્ટ કરીને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. 


 વીડિયો વાયરલ થયા બાદ એવો સવાલ ઉઠી રહ્યો છે કે આખરે એક સાપના બે મોઢા કેવી રીતે હોઈ શકે. હકીકતમાં આ સાપ કોઈ અલગ પ્રજાતિનો નથી. પરંતુ આ એક દુર્લભ મામલો છે. જે રીતે અનેક જોડકા બાળકોના માથા પરસ્પર જોડાયેલા હોય છે તે જ રીતે સાપમાં પણ એવું હોય છે. જેને Bicephaly કહે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube