લાહોર: પાકિસ્તાનમાં બે સગીર વયની હિન્દુ યુવતીઓને કથિત રીતથી નિકાહ કરાવનાર મૌલવીની રવિવારે ધરપકડ કરવામાં આવી છે. સમાચારો અનુસાર આ સગીર વયની હિન્દુ યુવતીઓનું અપહરણ કર્યા બાદ જબરજસ્તી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયામાં આવેલા એક સમાચાર અનુસારા આ સગીર વયની યુવતીઓએ પંજાબ પ્રાંતની એક કોર્ટથી સુરક્ષા અપીલ કરી હતી. જિયો ન્યૂઝની ઉર્દૂ વેબસાઇટ જંગ.કોમ અનુસાર કિશોરીઓને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની કોર્ટમાં સુરક્ષા માટે અપીલ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ‘બોટ યાત્રા’ બાદ હવે ટ્રેનથી અયોધ્યા સુધી મુસાફરી કરશે પ્રિંયકા ગાંધી વાડ્રા


તેમા કહેવામાં આવ્યું હતું કે, નિકાહ કરાવનાર મૌલવીને સિંધમાં ખાનપુરથી ધરપકડ કરી લેવામાં આવ્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ખાને આ મામલે તપાસના આદેશ આપ્યા છે. 13 વર્ષીય રવીના અને 15 વર્ષીય રીનાના વિસ્તારના પ્રભાવશાળી લોકોના એક સમૂહએ ઘોટકી જિલ્લા સ્થિત તેમના ધરેથી કથિત રીતથી અપહરણ કરી લીધું હતું.


લોકસભા ચૂંટણી 2019: બોલીવુડની ડ્રિમ ગર્લ આજે મથુરાથી નોંધાવશે ઉમેદવારી


સત્તાવરા સૂત્રોએ કહ્યું કે, ભારતે પાકિસ્તાનને ‘નોટ વર્બલ’ રજૂ કરીને ઘટનાને લઇ તેમની ચિંતા જણાવી હતી અને લધુમતી સમુદાયોના લોકોની રક્ષા અને તેમની સુરક્ષા તેમજ કલ્યાણને વધારો આપવા માટે યોગ્ય પગલા ઉઠાવવાની વિનંતી કરી છે.


સ્વરાજે એક ટ્વિટમાં કહ્યું કે, તેમને ઘટના પર પાકિસ્તાનમાં, ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ એક અહેવાલ માગ્યો છે. પાતિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આ મામલે પહેલેથી તપાસના નિર્દેશ જાહેર કરી ચુક્યા છે.


વધુમાં વાંચો: જેલમાં શરીફની સ્થિતી કથળી, કિડનીએ કામ કરવાનું બંધ કર્યું


પાકિસ્તાની મીડિયામાં આવેલા સમાચારો અનુસરા સિંઘમાં દહરકી નગરની પાસે હાફિસ સલમાન ગામમાં રહેતી રીના અને રવીનાનું 20 માર્ચે અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના મુસ્લિમ પુરૂષો સાથે લગ્ન કરાવતા પહેલા તેમને હિન્દુથી ઇસ્લામને ધર્મ અપનાવવા ફરજ પડી હતી.


સૂત્રોએ કહ્યું કે આ ઉપરાંત પાકિસ્તાની મીડિયામાં સિંઘના મીરપુરખાસની રહેતી હિંન્દૂ છોકરી શાનિયાનું અપહરણ અને જબરજસ્તી ધર્મ પરિવર્તનની સમાચાર પણ છે.


વધુમાં વાંચો: 121 વર્ષથી આ ઝાડને સાંકળોથી બાંધી રખાયું છે, કારણ છે એકદમ રસપ્રદ


સુત્રોએ નવીનતમ મીડિયા સમાચારોના અહેવાલથી કહેવામાં આવ્યું કે, બંને છોકરીઓ પંજાબ પ્રાંતના રાહિમ યાર ખાન લઈ જવામાં આવી હતી.


સ્વરાજના ટ્વિટનો ઉત્તર આપતા ચૌધરીએ કહ્યું કે, મૈમ, આ પાકિસ્તાનનો આંતરિક મામલો છે અને વિશ્વાસ રાખો આ મોદીનું ભારત નથી જ્યાં લઘુમતીઓને નિયંત્રણમાં રાખવામાં આવ્યા છે. આ ઇમરાન ખાનનું ‘નવું પાકિસ્તાન’ છે જ્યાં અમારા ધ્વજનો સફેદ રંગથી અમને બધાને સમાન રૂપથી પ્રેમ છે.


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...