VIDEO: પૂલ ગેમમાં હાર સહન ના થઈ! બે લોકોએ 12 વર્ષની બાળકી સહિત 7ને મારી ગોળી
બ્રાઝિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં બે લોકો ફાયરિંગ કરતા જોવા મળે છે. આ ઘટનામાં 7 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં એક 12 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ બંને આરોપીઓ નાસી ગયા હતા.
બ્રાઝિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં બે લોકો ફાયરિંગ કરતા જોવા મળે છે. આ ઘટનામાં 7 લોકોનાં મોત થયા હતા. મૃતકોમાં એક 12 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. હુમલા બાદ બંને આરોપીઓ નાસી ગયા હતા.
બનાવ પાછળનું કારણ એ છે કે બંને આરોપીઓ પૂલ ગેમમાં હારી ગયા હતા. હાર્યા પછી, હોલમાં બાકીના લોકો તેના પર હસવા લાગ્યા. આરોપીઓ આ સહન ન કરી શક્યા અને ગુસ્સામાં બંનેએ ફાયરિંગ કર્યું. હવે પોલીસ આરોપીને શોધી રહી છે.
હવે વિડિયોમાં શું દેખાય છે તે વિગતવાર સમજો...
વીડિયોમાં જોઈ શકાય છે કે ગેમ બાદ બધા હોલમાં બેઠા છે. એટલામાં એક માણસ બંદૂક લઈને ત્યાં આવે છે અને બધા લોકોને હાથ ઊંચા કરવા કહે છે. તે દરેકને દિવાલ તરફની લાઇનમાં ઊભા રહેવાનું કહે છે.
આ પણ વાંચો: નણંદ ભાભીને થયો પ્રેમ: અડધી ઉંમરની નણંદને લઈને ભાગી ભાભી, વાળ કપાવી છોકરો બની ગઈ
આ પણ વાંચો: શ્રમ મંત્રાલયમાં નોકરી મેળવવા માગો છો તમારા માટે ગોલ્ડન તક, આ લોકો કરી શકે છે અરજી
આ પણ વાંચો: સ્ટેટસ અને રૂપિયા માટે CEO ના દીકરા સાથે મેં કર્યા લગ્ન, કારકિર્દી માટે પ્રેમની બલિ
અન્ય એક વ્યક્તિ શોટગન લઈને કારમાંથી બહાર આવે છે. બંને ફાયરિંગ શરૂ કરે છે. 7 લોકોના મોત થયા છે. તેઓ જમીન પર પડતા જોઈ શકાય છે. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા ભાગતા પણ જોઈ શકાય છે. આ હુમલાખોરોની તસવીર છે. એડગર રિકાર્ડો ડી ઓલિવેરા (ડાબે), 30, અને રિબેરો, 27, પૂલ હોલમાંથી કેટલાક પૈસા અને એક મહિલાનું પર્સ લઈને ભાગી ગયા હતા.
21 ફેબ્રુઆરીની ઘટના, વીડિયો હવે સામે આવ્યો છે
આ ઘટના 21 ફેબ્રુઆરીની કહેવાય છે. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, આ ઘટના માટો ગ્રોસો સ્ટેટના સિનોપ શહેરમાં બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું - અહીં પૂલ ગેમ રમતી વખતે ફાયરિંગ થયું હતું. આરોપી એડગર રિકાર્ડો ડી ઓલિવિરા અને એઝેક્વિઆસ સોઝા રિબેરો રમતમાં હાર્યા હતા. આ પછી અહીં હાજર તમામ લોકો તેની પર હસવા લાગ્યા. એડગર અને એઝેક્વિઆસ આ સહન ન કરી શક્યા અને બંનેએ ફાયરિંગ શરૂ કર્યું. થોડીવાર બાદ બંને હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો: LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube