લંડનઃ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનની મુશ્કેલી સતત વધી રહી છે. પીએમ જોનસન બ્રેક્ઝિટ અને પાર્ટી ગેટ કાંડમાંથી બહાર આવ્યા નથી ત્યાં તેમની કેબિનેટે બળવો કરી દીધો છે. બોરિસ જોનસનના નજીકના મનાતા છ મંત્રીઓએ અત્યાર સુધી પોતાના પદેથી રાજીનામા આપી દીધા છે. રાજીનામાની શરૂઆત નાણામંત્રી ઋષિ સુનક અને સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદે કરી હતી. હવે આ લિસ્ટમાં બાલ વિકાસ મંત્રી વિલ ક્વિન્સ, શિક્ષણ મંત્રી રોબિન વોકર, ગૃહ કાર્યાલય મંત્રી વિક્કી એટકિન્સ અને ટ્રેઝરી મંત્રી જોન ગ્લેનના નામ પણ સામેલ થઈ ચુક્યા છે. તેવામાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંત્રીઓના બળવા બાદ બોરિસ જોનસન પણ રાજીનામુ આપી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેમ રાજીનામા આપી રહ્યાં છે મંત્રી
જાણવા મળી રહ્યું છે કે બોરિસ જોનસન કેબિનેટમાં થઈ રહેલા બળવા પાછળ સાંસદ ક્રિસ પ્રિન્ચરનો મામલો છે. પીએમ જોનસને ક્રિસ પિન્ચરને પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હિપ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે તેમના પર 2019માં યૌન દુર્વ્યવહારના આરોપ લાગી ચુક્યા છે. ક્રિસ પિન્ચરના યૌન દુર્વ્યવહારના મામલામાં પાછલા સપ્તાહે કન્ઝર્વેટિવ પાર્ટીના સાસંદથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજીનામા આપનારા મંત્રીઓનો આરોપ છે કે બોરિસ જોનસને ક્રિસ પિન્ચર પર લાગેલા આરોપોને જાણવા છતાં તેમને પાર્ટીમાં મોટા પદ પર નિમણૂક આપી. તો પીએમ જોનસને પિન્ચરની નિમણૂકને લઈને જાહેરમાં માફી માંગી લીધી છે. 


અઢી વર્ષે કોરોના વાયરસ વિશે થયો અત્યંત ચોંકાવનારો દાવો, વિશ્વાસ નહીં કરી શકો


વિપક્ષી પાર્ટીઓ ચૂંટણી કરાવવા તૈયાર
બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટી બોરિસ જોનસનના મંત્રીમંડળમાં  શરૂ થયેલી ભાગદોડને લઈને સક્રિય થઈ ગઈ છે. લેબર પાર્ટીના નેતા વિપક્ષ કીમ સ્ટર્મરે કહ્યુ કે, તે ચૂંટણીનું સ્વાગત કરશે કારણ કે દેશમાં સરકાર બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તેનાથી સ્પષ્ટ છે કે કંઝર્વેટિવની સરકાર પડી રહી છે. આગામી ચૂંટણી 2024માં છે, પરંતુ જોનસન ઈચ્છે તો વહેલી ચૂંટણી થઈ શકે છે. લિબરલ ડેમોક્રેટ્સના નેતા સર એડ ડેવેયે કહ્યુ કે આ સરકાર ફેલ થઈ ચુકી છે. તેમણે પીએમ જોનસનના રાજીનામાની માંગ કરી છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube