નવી દિલ્હી: કોરોનાના બે નવા વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. WHO એ જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને ગ્રીક આલ્ફાબેટના આધારે ‘મ્યૂ’ નામ આપ્યું છે. આ સાથે જ આ વેરિએન્ટને ‘વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ની યાદીમાં સામેલ કરી લીધો છે. WHO એ કહ્યું છે કે વેરિએન્ટમાં એવા મ્યુટેશન્સ છે જે વેક્સિનની અસરને ઘટાડે છે. આ મામલે વધુ અભ્યાસ કરવાની આવશ્યકતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યૂ વેરિએન્ટમાં એવા મ્યુટેશન્સ થયા છે, જે ઈમ્યુન એસ્કેપની આશંકા જણાવા છે. ઈમ્યુન એસ્કેપનો અર્થ છે કે આ વેરિએન્ટ તમારા શરીરમાં વાયરસ વિરુદ્ધ બનેલી ઈમ્યુનિટીને થાપ આપી શકે છે. આ ઉપરાંત અન્ય એક વેરિએન્ટ C.1.2 દક્ષિણ આફ્રિકામાં મળ્યો છે. તેને હાલ WHOએ ગ્રીક નામ આપ્યું નથી પણ આ પણ ઈમ્યુનિટીને થાપ આપવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં ભારતમાં આલ્ફા અને ડેલ્ટા વેરિએન્ટ જ હાવિ રહ્યા છે.


આ પણ વાંચો:- દિલ્હી વિધાનસભામાંથી મળી આવી લાલ કિલ્લા સાથે જોડાયેલી સુરંગ, જલદીથી જોઈ શકશે લોકો


બીજી લહેર માટે તો ડેલ્ટા વેરિએન્ટને જ જવાબદાર ગણાવવામાં આવ્યા છે. સારી અને રાહતની વાત એ છે કે દેશમાં અત્યાર સુધીમાં મ્યૂ અને C.1.2 વેરિએન્ટનો એક પણ કેસ મળ્યો નથી. C.1.2 વેરિએન્ટ કઈ હદ સુધી એન્ટીબોડીને થાપ આપવામાં કાબેલ છે, તેના પર WHO કહે છે કે આ બીટા વેરિએન્ટ જેવો છે, જે દક્ષિણ આફ્રિકામાં ડિસેમ્બર 2020માં મળ્યો હતો. તેને WHOએ વેરિએન્ટ્સ ઓફ કન્સર્નમાં સામેલ કર્યો હતો.


આ પણ વાંચો:- ત્રીજી લહેરના ભણકારા! 24 કલાકમાં 45 હજાર નવા કેસ, એક્ટિવ કેસ પણ 4 લાખથી નજીક


દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કમ્યુનિકેબલ ડિસિઝના રિસર્ચર્સનું કહેવું છે કે C.1.2માં કેટલાક મ્યુટેશન્સ બીટા અને ડેલ્ટા વેરિએન્ટ જેવા જ છે. તેની સાથે સાથે અન્ય અનેક મ્યુટેશન્સ પણ થયા છે. તો મ્યૂ વેરિએન્ટ સૌપ્રથમ જાન્યુઆરીમાં કોલંબિયામાં મળ્યો હતો પણ તેના પછી આ દક્ષિણ અમેરિકન અને યુરોપના કેટલાક દેશોમાં મળ્યા છે. કોલંબિયામાં 39% અને ઈક્વાડોરમાં 13% કેસોમાં મ્યૂ વેરિએન્ટ મળ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube