કરાચી: પાકિસ્તાનની વ્યાપારિક રાજધાની કરાચીમાં શુક્રવારે થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે  લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પોલીસ અને હોસ્પિટલના અધિકારીઓએ આ સૂચના આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલિર જિલ્લામાં થયેલા વિસ્ફોટથી અનેક ઈમારતોને નુકસાન પહોંચ્યું છે અને ભીડવાળા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. પોલીસના વરિષ્ઠ અધિકારી ઈરફાન અલી બહાદુરે કહ્યું કે હાથગાડી નીચે લગાવવામાં આવેલા ટાઈમબોમ્બમાં ખુબ મોટા અવાજ સાથે વિસ્ફોટ થયો. જેમાં બે લોકોના મોત થયા અને આઠ લોકો ઘાયલ થયાં. 


અત્યાર સુધી કોઈએ પણ આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. પરંતુ કરાચી લાંબા સમયથી આતંકવાદીઓ, ચરમપંથીઓ અને જાતીય હિંસાની થપાટો ઝીલી રહ્યું છે. ઘટના બાદ પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે. એન્ટી બોમ્બ સ્ક્વોર્ડને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. 


જિન્ના સ્નાતકોત્તર મેડિકલ સેન્ટરમાં વરિષ્ઠ ડોક્ટર સીમી જમાલીએ મૃતકો અને ઘાયલોની સંખ્યાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ઘાયલોમાં બેની હાલત ગંભીર છે.