ભારતીયો આનંદો..અબુધાબી અને દુબઈમાં બે દિવસ સુધી ફ્રીમાં રોકાવવા મળશે
યુએઈ સરકારે દુનિયાભરના પર્યટકોને આકર્ષવા માટે એક મોટો ફેસલો લીધો છે.
નવી દિલ્હી: યુએઈ સરકારે દુનિયાભરના પર્યટકોને આકર્ષવા માટે એક મોટો ફેસલો લીધો છે. હવે દુબઈ અને અબુધાબી થઈને દુનિયાના બીજા દેશોમાં મુસાફરી કરતા મુસાફરો માટે દુબઈ અને અબુધાબીમાં 48 કલાક રોકાવવા માટે કોઈ પૈસા ખર્ચ કરવા પડશે નહીં. યુએઈના શહેરોમાં ભારતીય પર્યટકો અને મુસાફરોની સંખ્યા સૌથી વધુ હોય છે. આથી તેનો મોટો ફાયદો અહીં પહોંચનારા ભારતીય મુસાફરોને મળશે. યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ) કેબિનેટે આ ફેસલો લીધો છે.
યુએઈની કેબિનેટે બુધવારે અનેક મોટા ફેસલા લીધા જેમાંનો આ પણ ફેસલો સામેલ છે. મીડિયા રિપોર્ટ મુજબ ટ્રાન્ઝિટ મુસાફરોને 48 કલાકના ફ્રી વિઝા આપવામાં આવશે. જો આમ છતાં તેઓ થોડા સમય માટે વિઝા વધારવા માંગતા હશે તો તેમના માટે મામૂલી ફી રાખવામાં આવી છે. જો મુસાફર 2 દિવસ વધુ વિઝા સમય વધારવા માંગતા હોય તો તેમણે ફક્ત 50 દિરહામ એટલે કે 930 રૂપિયા ચૂકવવાના રહેશે. મુસાફરો આ ટ્રાન્ઝિટ વિઝાને તમામ યુએઈ એરપોર્ટ પર બનેલા પાસપોર્ટ કંટ્રોલ હોલમાં એક્સપ્રેસ કાઉન્ટર્સથી પ્રાપ્ત કરી શકે છે.
જો કે આ વિઝા પોલીસે હજુ લાગુ થઈ શકી નથી. બહુ જલદી લાગુ થશે તેવી સંભાવના છે. કહેવાય છે કે યુએઈ સરકારનો આ ફેસલો વધુમાં વધુ ભારતીયોને આકર્ષવા માટે છે. ભારતમાં યુએઈ સૌથી લોકપ્રિય ડેસ્ટીનેશન છે.
લગભગ 25 ટકા ભારતીય ભારતથી ખાડીના અબુધાબી, દુબઈ અને બીજા દેશોની મુસાફરી કરે છે. ભારતની ટ્રાવેલ ઈન્ડસ્ટ્રી મુજબ યુએઈ સરકારનું આ પગલું ગેમચેન્જર તરીકે જોવામાં આવી રહ્યું છે. યુએઈની કેબિનેટે રોજગાર ઈચ્છતા લોકો માટે એક નવા 6 મહિનાના વિઝા આપવાનો પણ નિર્ણય લીધો છે. 2017માં 3.60 લાખ ભારતીય પર્યટકો અબુધાબી ગયા હતાં. આંકડાને જોતા આ સંખ્યા ગત વર્ષથી 11 ટકા વધુ છે. આ ઉપરાંત કેબિનેટે પ્રાઈવેટ સેક્ટરમાં ફોરેન વર્ક્સ ઈન્શ્યોરન્સ અને વિઝા સુવિધા માટે લેજિસ્લેટિવ પેકેજ આપવાનો પણ નિર્ણય લીધો છે.