વોશિંગ્ટન: એલિયન્સ (Aliens) ને લઈને એક નવો દાવો સામે આવ્યો છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (International Space Station) ની બરાબર નીચે ઓછામાં ઓછી દસ કાળી વસ્તુઓ (Small Black Objects)  ઉડતી કેપ્ચર થઈ છે. જેને અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ (UFO) કહેવામાં આવી રહી છે. અમેરિકી સ્પેસ એજન્સી NASA ની લાઈવ ફીડ દરમિયાન દક્ષિણ એટલાન્ટિક મહાસાગર(Southern Atlantic Ocean) ઉપર એક સર્કલમાં 10 UFO જોવા મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UFO Hunter એ કર્યો દાવો
ધ સનના રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન થી નાસાની લાઈવ સ્ટ્રિમ દરમિયાન કેપ્ચર કરાયેલી તસવીરમાં ઓર્બ જેવી વસ્તુઓ (Orb-Like Objects) જોવા મળી રહી છે. યુએફઓ હંટર "Mr MBB333" એ સ્પેસ વોચર દ્વારા 3 જુલાઈના રોજ લેવાયેલા સ્ક્રિનશોટ શેર કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કેટલીક નાની નાની વસ્તુઓ દેખાય છે. આ વસ્તુઓને UFO હોવાનું કહેવાય છે. 


સોશિયલ મીડિયા પર ચર્ચા
પોતાની ચોંકાવનારી પોસ્ટમાં યુએફઓ હંટરે કહ્યું કે ધરતી ઉપર સ્પેસ સ્ટેશનની નજીક ઓછામાં ઓછી 10 અજાણી વસ્તુઓ જોવા મળી છે. જે અનઆઈડેન્ટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ  (UFO) હોઈ શકે છે. યુએફઓ હંટરના આ દાવા સાથે જ સોશિયલ મીડિયા પર એકવાર ફરીથી એલિયન્સના અસ્તિત્વ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમેરિકામાં આ મુદ્દે પહેલા પણ અનેકવાર ચર્ચા થઈ ચૂકી છે. નોંધનીય છે કે એલિયન્સ અને UFO ને લઈને અમેરિકામાં હાલમાં જ એક રિપોર્ટ રજુ કરાયો હતો. 


અમેરિકાએ સ્વીકાર્યું તપાસ જરૂરી
આ રિપોર્ટમાં સરકાર તરફથી કહેવાયુ  છે કે રક્ષા અને ઈન્ટેલિજન્સ એક્સપર્ટ્સ પાસે નેવી પાઈલટ્સ દ્વારા જોવામાં આવેલી રહસ્યમય ઉડતી વસ્તુઓની પ્રકૃતિનું નિર્ધારણ કરવા માટે પૂરતો ડેટા નથી. જો કે સરકારે UFO ના દાવાને પૂરેપૂરી રીતે ફગાવ્યો નથી. અમેરિકી સરકારે પહેલીવાર માન્યું છે કે આ વિષય પર વિસ્તૃત તપાસની જરૂર છે. 


અત્યાર સુધીમાં 114 ઘટનાઓ
અમેરિકામાં અત્યાર સુધીમાં UFO જોવા મળવાની 114 ઘટનાઓની જાણકારી મળી છે. આ અંગે સરકારનું કહેવું છે કે પૂરતા ડેટાના અભાવમાં તેના માટે કઈ પણ વધુ કહેવું મુશ્કેલ છે. પરંતુ સચ્ચાઈની જાણકારી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. એલિયન્સના અસ્તિત્વથી અલગ એક શંકા એવી પણ વ્યક્ત કરાઈ રહી છે કે અમેરિકા સાથે દુશ્મની ધરાવતા દેશ રશિયા કે ચીન કોઈ એડવાન્સ ટેક્નોલોજીથી આવો ભ્રમ પેદા કરી રહ્યા છે. તેને લઈને પણ હાલમાં જ રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરાઈ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube