લંડનઃ જોશ જોશમાં એક યુગલના હોશ ઉડી ગયા. હા, લિવરપૂલ, યુકેમાં રહેતું એક યુગલ પોતાની ત્રીજી એનિવર્સરીની ઉજવણી કરવા માટે ખૂબ જ ઉત્સુક હતું. ઉત્સાહ દરમિયાન, બોયફ્રેન્ડ દબાણ અનુભવવા લાગ્યો. ત્યારે તેણે ઓનલાઈન વાયગ્રા કરી દીધી. ત્યારબાદ તેણે દારૂ પણ પીધો હતો. પહેલા દારૂ પીધા પછી તેણે વાયગ્રા ખાધી. ત્યારબાદ બોયફ્રેન્ડ સંબંધ બાંધતા લોહીલુહાણ થઈ ગયો. આ ઘટનામાં બોયફ્રેન્ડના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આવી સ્થિતિમાં તરત જ બોયફ્રેન્ડને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જોકે હવે તે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિવસને ખાસ બનાવવા માટે હોટલમાં બુક કરાવ્યો હતો રૂમ
ધ સનના અહેવાલ મુજબ, 25 વર્ષની મેકઅપ આર્ટિસ્ટ ઇસાબેલા વુલ્ફ (Isabella Woolf) અને બોયફ્રેન્ડ રોબ એન્ડ્રુઝ (Rob Andrews) તેમની ત્રીજી વર્ષગાંઠની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ માટે તેમણે શહેરથી દૂર એક હોટલમાં રૂમ પણ બુક કરાવ્યો હતો. આ દિવસને ખાસ બનાવવા માટે બંનેએ હોટલમાં પોતાની સાથે ઘણું બધું લઇને ગયા હતા. 


દંપતીએ જણાવ્યું કે તેઓ થોડી જ વારમાં દારૂની ત્રણ બોટલ પી ગયા. ત્યારબાદ કપલને લાગ્યું કે બંને નશામાં જઈ રહ્યા છે. આ રોમેન્ટિક પળો વચ્ચે આ અકસ્માત થયો હતો. આ દરમિયાન પ્રેમિકાએ તરત જ એમ્બ્યુલન્સને ફોન કર્યો. તો બીજી તરફ ડૉક્ટરે જણાવ્યું કે તેમના પ્રાઈવેટ પાર્ટમાં ફ્રેક્ચર થયું છે. જોકે, થોડા દિવસની સારવાર બાદ બોયફ્રેન્ડ સ્વસ્થ થઈ રહ્યો છે. ટૂંક સમયમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.


આ પહેલા પણ આવ્યા હતા આ સમાચાર
તમને જણાવી દઈએ કે ઘણીવાર કપલ એકબીજા સાથે શારીરિક સંબંધ બાંધતી વખતે જોશમાં હોશ ગુમાવી દે છે. દુનિયાભરમાંથી આવા સમાચાર આવતા રહે છે. ગયા વર્ષે આ પ્રકારના સમાચાર યુકેમાંથી જ સામે આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube