નવી દિલ્હીઃ બેંકોના 9 હજાર કરોડ રૂપિયા લઈને ફરાર વિજય માલ્યાને લંડનમાં મોટો ઝટકો લાગ્યો છે. બ્રિટનની કોર્ટે ભારતની 13 બેંકોના કોન્સોર્ટિયમના હકમાં નિર્ણય સંભળાવ્યો છે. બેન્કોના કોન્સોર્ટિયમે લંડન કોર્ટને સંપત્તિ જપ્ત કરવાની અરજી આપી હતી. કોર્ટે સુનાવણી કરતા તે આદેશ આપ્યો છે. આ નિર્ણય પ્રમાણે યૂકે હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ અધિકારીને વિજય માલ્યાની લંડનની બાજુની સંપત્તિમાં દાખલ થવાની મંજૂરી હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસૂલી માટે થશે કાર્યવાહી
કોર્ટના આદેશ પ્રમાણે, અધિકારી અને તેમના સાથિઓને તેવિનમાં લેડીવોક અને બ્રેંમ્બલ લોજમાં દાખલ થવાની મંજૂરી આપે છે. વિજય માલ્યા વર્તમાનમાં અહીં રહે છે. બેન્ક આ આદેસને આશરે 1.145 બિલિયન પાઉન્ડની ભારે રકમ વસૂલવાના ઉપાયના વિકલ્પના રૂપમાં ઉપયોગ કરી શકે છે. 


માલ્યાની સંપત્તિમાં ઘુસી શકશે અદિકારી
કોર્ટના આદેશ પ્રમાણે, હાઈકોર્ટ ઇન્ફોર્સમેન્ટ ઓફિસર અને તેની હેઠળ કામ કરનાર એજન્ટ માલ્યા સાથે જોડાયેલા સામાનની તપાસ અને તેના પર નિયંત્રણ માટે લેડીવોક, ક્વીન હુ લેન, તેવિન, વેલવિન અને બ્રેમ્બલ લોજમાં પ્રવેશ કરી શકે છે. કોર્ટે તે પણ કહ્યું કે, હાઈકોર્ટ ઇમ્ફોર્સમેન્ટ ઓફિસર અને તેમની હેઠળ કામ કરનાર એજન્ટ જરૂર પડ્યા પર સંપત્તિમાં ઘુસવા માટે શક્તિનો પણ ઉપયોગ કરી શકે છે. 


પોલીસની મદદ લઈ શકાશે
બ્રિટન કોર્ટના આદેશથી ભારતીય એજન્સીઓને પણ રાહત મળશે. ભારતીય એજન્સીઓ સતત યૂકે કોર્ટમાં સંપત્તિ જપ્ત કરવા માટે અરજી આપી રહી હતી. ઇન્ફોર્મસેન્ટ અધિકારી તપાસ દરમિયાન લંડન પોલીસની પણ મદદ લઈ શકશે. આ પહેલા બેન્કોએ દિલ્હી કોર્ટને જણાવ્યું હતું કે, ભારતમાં પણ માલ્યાની 159 સંપત્તિઓની ઓળખ થઈ ચુકી છે.