કોરોનાનો પ્રકોપ, હવે બ્રિટન પણ થયું સંપૂર્ણ રીતે લોક ડાઉન
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને દેશમાં પબ, બાર, રેસ્ટોરા, જીમ અને અન્ય સાર્વજનિક સ્થળોને શુક્રવાર રાતથી બંધ કરવાના આદેશ આપ્યાં. રાજધાની લંડનના ટેન ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પોતાના અધિકૃત નિવાસસ્થાન પર ડેઈલી બ્રિફિંગ દરમિયાન જ્હોનસને કહ્યું કે નવા આદેશો કઠોરતાથી લાગુ કરવામાં આવશે અને દર મહિને સ્થિતિની સમીક્ષા કરાશે. વાયરસના સંક્રમણથી થનારા કોવિડ-19 બીમારીના કારણે બ્રિટનમાં અત્યાર સુધીમાં 177 લોકોના મોત થઈ ચૂક્યા છે.
લંડન: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસને કોરોના વાયરસની વધતી અસરને ધ્યાનમાં રાખીને દેશમાં પબ, બાર, રેસ્ટોરા, જીમ અને અન્ય સાર્વજનિક સ્થળોને શુક્રવાર રાતથી બંધ કરવાના આદેશ આપ્યાં. રાજધાની લંડનના ટેન ડાઉનિંગ સ્ટ્રીટ સ્થિત પોતાના અધિકૃત નિવાસસ્થાન પર ડેઈલી બ્રિફિંગ દરમિયાન જ્હોનસને કહ્યું કે નવા આદેશો કઠોરતાથી લાગુ કરવામાં આવશે અને દર મહિને સ્થિતિની સમીક્ષા કરાશે. વાયરસના સંક્રમણથી થનારા કોવિડ-19 બીમારીના કારણે બ્રિટનમાં અત્યાર સુધીમાં 177 લોકોના મોત થઈ ચૂક્યા છે.
વડાપ્રધાન જ્હોનસનની જાહેરાત
પીએમએ કહ્યું કે અમે આજે રાતથી જ કેફે, પબ, બાર, રેસ્ટોરા, વગેરેને સામૂહિક રીતે બંધ કરવા જઈ રહ્યાં છીએ. જેટલું જલદી શક્ય હોય તે બંધ કરો અને કાલથી ખોલો જ નહીં. તેઓ પેકેજિંગ સર્વિસ ચલાવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે આ જ પ્રકારે અમે નાઈટક્લબ, થિયેટર, સિનેમા, જીમ, લીઝર સેન્ટર્સ પણ બંધ કરવાનું કહ્યું છે. સ્વાભાવિક છે કે તેનો હેતુ લોકોને એકજૂથ કરવાનો છે. પરંતુ દુખની વાત એ છે કે આપણે એટલિસ્ટ શારીરિક રીતે એકબીજાથી દૂર રહેવું પડશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube