લંડનઃ પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ને લગભગ 13 હજાર કરોડનો ચૂનો લગાવનારા ભાગેડું હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીને લંડન કોર્ટે પણ ઝટકો આપ્યો છે. લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસે તેને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. મંગળવારે આ મામલાની સુનાવણી પૂરી થયા બાદ આજે કોર્ટે તેનો નિર્ણય આપ્યો હતો. આ પહેલા વેસ્ટમિન્સ્ટર કોર્ટ સતત ત્રણ વખત તેની જામીન અરજી નકારી ચુકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નીરવની 13 માર્ચે 13 હજાર રૂપિયાના કૌભાંડના આરોપમાં સ્કોટલેન્ડ યાર્ડમાં ધરપકડ કરવામાં આવી હતી. તેના પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સીઓ સતત પ્રયત્ન કરી રહી છે. નિર્ણય આપતા હાઈ કોર્ટના ન્યાયાધીશે કહ્યું કે, તે માનવાનો કોઈ મજબૂત આધાર નથી કે નીરવ મોદી જામીન પર છૂપ્યા બાદ ફરીથી કાયદાની આગળ સમર્પણ કરશે નહીં. 


અરજી પર સુનાવણી દરમિયાન નીરવ મોદીના વકીલ ક્લેયર મોંટગોમેરીએ તર્ક આપ્યો હતો કે નીરવ મોદી લંડન નાણા ભેગા કરવા માટે આવ્યો છે. જો તેને જામીન મળ્યા તો તેણે ખુદને એક ઇલેક્ટ્રોનિક ઉપકરણથી ટેગ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેના માધ્યમથી તેને ટ્રેટ કરી શકાય છે. તેમણે કહ્યુ કે, તેની વિરુદ્ધ પ્રત્યર્પણનો મામલો શરૂ થઈ ચુક્યો છે, તેથી તેને ભાગવાનો સવાલ ઉભો થતો નથી. તેના પુત્ર અને પુત્રી ઈંગ્લેન્ડમાં યૂનિવર્સિટી ખોલી રહ્યાં છે અને તે આવતો-જતો રહેશે. 


નીરવ મોદીના વકીલના તર્ક પર વિરોધ કરતા કોર્ટેમાં ભારત સરકારનો પક્ષ રાખી રહેલા ક્રાઉન પ્રોસેક્યૂશન સર્વિસે કહ્યું કે, આરોપ કૌભાંડ અને ક્રિમિનલ એક્ટના છે. તેના પર ન્યાયાધીશે કહ્યું કે, આ બસ આરોપ છે. તેને નક્કી કરેલી સમય-સીમાની અંદર નિકાલ કરવો પડશે. આ અનસિક્યોર્ડ લેન્ડિંગનો મામલો છે. 


19 માર્ચે થઈ હતી ધરપકડ
18 માર્ચે નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે બેન્કમાં એકાઉન્ટ ખોલાવવા પહોંચ્યો હતો. બેન્કના એક કર્મચારીએ પોલીસને તેની સૂચના આપી હતી. ત્યારથી તે લંડનની વાંડ્સવર્થ જેલમાં બંધ છે. 8 મેએ ત્રીજી વખત તેની જામીન અરજી રદ્દ કરવામાં આવી હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી ફ્રોડના મુખ્ય આરોપી છે.