LOCK DOWN: આર્થિક સંકટમાં બ્રિટનની મસ્જીદો, હંમેશા માટે થઇ શકે છે બંધ
કોરોના મહામારી ( Corona Virus) ને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વનાં તમામ દેશોમાં લોકડાઉન જેવા કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ચુકી છે. એવામાં પ્રોફેશનલ લોકોની સાથે સાથે ધાર્મિક સંસ્થાઓના ભવિષ્ય પર પણ ખતરો આવી રહ્યો છે. બ્રિટન (UK) ની મુસ્લિમ કાઉન્સિલના મહાસચિવ હારુન ખાનનું કહેવું છે કે, જો ઝડપથી સ્થિતી નહી સુધરે તો દેશની તમામ મસ્જિદો હંમેશા માટે બંધ કરવાની સ્થિતી પણ આવી શકે છે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મસ્જિદોને ઘણુ નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગની મસ્જિદો ચેરિટેબલ સંસ્થાઓ સ્વરૂપે સંચાલિત થાય છે. આ સંસ્થાઓ મોટે ભાગે દાન પર જ નભતી હોય છે. દાન ઘટી જવાનાં કારણે આ સંસ્થાઓ પર પણ હાલ સવાલ ઉભો થયો છે.
લંડન : કોરોના મહામારી ( Corona Virus) ને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વનાં તમામ દેશોમાં લોકડાઉન જેવા કડક પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ચુકી છે. એવામાં પ્રોફેશનલ લોકોની સાથે સાથે ધાર્મિક સંસ્થાઓના ભવિષ્ય પર પણ ખતરો આવી રહ્યો છે. બ્રિટન (UK) ની મુસ્લિમ કાઉન્સિલના મહાસચિવ હારુન ખાનનું કહેવું છે કે, જો ઝડપથી સ્થિતી નહી સુધરે તો દેશની તમામ મસ્જિદો હંમેશા માટે બંધ કરવાની સ્થિતી પણ આવી શકે છે. એક ઇન્ટરવ્યું દરમિયાન તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, મસ્જિદોને ઘણુ નુકસાન પહોંચ્યું છે. મોટા ભાગની મસ્જિદો ચેરિટેબલ સંસ્થાઓ સ્વરૂપે સંચાલિત થાય છે. આ સંસ્થાઓ મોટે ભાગે દાન પર જ નભતી હોય છે. દાન ઘટી જવાનાં કારણે આ સંસ્થાઓ પર પણ હાલ સવાલ ઉભો થયો છે.
ગામોમાં પ્રોપર્ટી મુદ્દે હવે નહી થાય ઝગડા, PM મોદીએ કર્યું સમાધાન
યુકેમાં મસ્જીદોને જાહેર રીતે આર્થિક મદદ આપવામાં આવે છે, એટલે કે અહીં આવનારા અથવા અન્ય સંસ્થાઓ દ્વારા જે રકમ આપવામાં આવે છે તે જ રકમ દ્વારા આ મસ્જિદોનું કામકાજ ચલે છે. લોકડાઉનનાં કારણે મસ્જિદો આગામી સમયમાં ઇબાતદગારોની સંખ્યામાં ઘટાડો થયો છે. આ જ કારણે દાન પણ નથી મળી રહ્યું. હારુન ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે મુસ્લિમ સમુદાય પહેલાથી જ પરિવર્તનો વચ્ચે રમઝાન મનાવવા મુદ્દે ચિંતિત છે. હારુને કહ્યું કે, આ ખુબ જ પડકારજનક સમય છે અને આ પ્રકારની રમઝાન ફરી ક્યારે જોવા ન પણ મળે.
કોરોના અંગે થયેલા આ સંશોધન બાદ તમે શહેર છોડીને જતા રહેશો
સામાન્ય રીતે રમઝાનનાં પ્રસંગે મસ્જિદોમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઇબાદતકરનારા લોકો દિવસમાં પાંચ વખત ઇબાદત કરવા માટે આવે છે પરંતુ આ વખતે લોકડાઉન, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા ઉપાયોગનાં કારણે મસ્જિદો ખાલી છે. બર્મિંઘમની ગ્રીન લેન મસ્જિદમાં કલ્યાણ સેવાઓનાં પ્રમુખ, સલીમ અહેમદે એક મીડિયા સંગઠનને જણાવ્યું કે, અમે બધુ જ ઓનલાઇન કરી રહ્યા છીએ. જેમ કે બાળકોને ઉર્દુનું શિક્ષણ, આ ઉપરાંત રમઝાનમાં છ કલાકનો એક પ્રોગ્રામ કરવા જઇ રહ્યા છીએ. જેમાં લોકડાઉનની સ્થિતી અંગે પણ કેટલીક જરૂરી સુચનાઓ આપવામાં આવશે. સામાન્ય રીતે લોકો પ્રાર્થના અને કુરાનનો પાઠ કરવા માટે લોકો મસ્જિદમાં આવવાનું પસંદ કરતા હોય છે પરંતુ હવે તેનું ઓનલાઇન પ્રસારણ કરવામાં આવશે. સામાન્ય રીતે પવિત્ર કુરાન પઢવા માટે મસ્જિદ આવવાનું પસંદ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube