David Cameron News: બ્રિટનના રાજકારણમાં કઈક એવું થઈ ગયું કે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. સોમવારે બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કેમરનને દેશના વિદેશમંત્રી બનાવી દેવામાં આવ્યા. કોઈ પૂર્વ પ્રધાનમંત્રી અને બિનસાંસદને આટલા સિનિયર પદ પર નિયુક્ત કરવા એ દુર્લભ છે. ઋષિ સુનક સરકારે કહ્યું કે કેમરનને સંસદના ઉચ્ચ સદન હાઉસ ઓફ લોડ્સના સભ્ય બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોમવારે પ્રધાનમંત્રી ઋષિ સુનકે ગૃહમંત્રી સુએલા બ્રવરમેનને હટાવી દેવામાં આવ્યા અને ત્યારબાદ જેમ્સ ક્લેવર્લીને આ પદ આપવામાં આવ્યું છે. જેમ્સ ક્લેવર્લીના ગૃહમંત્રી બન્યા બાદ વિદેશમંત્રીની ખુરશી ખાલી થઈ ગઈ. જેના પર હવે ડેવિડ કેમરનની નિયુક્તિ કરાઈ છે. ડેવિડ કેમરન વર્ષ 2010થી લઈને 2016 સુધી બ્રિટનના પ્રધાનમંત્રી રહ્યા. બ્રેક્ઝિટ રેફરન્ડેમમાં હાર મળ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધુ હતું. 9 ઓક્ટોબર 1966ના રોજ લંડનમાં જન્મેલા કેમરનનો અભ્યાસ ઓક્સફોર્ડના બ્રોસેનોઝ કોલેજ, હીદરડાઉન સ્કૂલ, ઈટન કોલેજથી થયો છે. 


બન્યા હતા સૌથી યુવા પીએમ
ગ્રેજ્યુએશન કર્યા બાદ કેમરન કન્ઝર્વેટિવ રિસર્ચ ડિપાર્ટમેન્ટ માટે કામ કરવા લાગ્યા. 1988થી 1993 સુધી તેમણે ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી, એર્જી અને પ્રાઈવેટાઈઝેશન માટે કામ કર્યું. વર્ષ 2001થી લઈને 2005 સુધી તેઓ સાંસદ રહ્યા. સમયની સાથે તેમનું બ્રિટનના રાજકારણમાં કદ વધતું ગયું. વર્ષ 2010માં જ્યારે ગોર્ડન બ્રાઉને  પીએમ પદેથી રાજીનામું આપ્યું તો તેમની ભલામણ પર ક્વિન એલિઝાબેથ 2 એ કેમરનને સરકાર બનાવવાનું આમંત્રણ આપ્યું. 43 વર્ષની ઉંમરે લોર્ડ લિવરપુલ બાદ તેઓ સૌથી યુવા પ્રધાનમંત્રી બની ગયા. તેમણે ટોની  બ્લેયરનો રેકોર્ડ તોડ્યો હતો. 


કેમરનની વાપસી પાછળ શું છે કારણ
ડેવિડ કેમરનની બ્રિટનની રાજનીતિમાં અપ્રત્યાશિત વાપસી એવા સમયે થઈ જ્યારે તેઓ છેલ્લા 7 વર્ષથી પોતાની યાદો લખવા અને ગ્રીનસિલ કેપિટલ સહિત કારોબારમાં વ્યસ્ત હતા. ફાઈનાન્સ સિસ્ટમ ધ્વસ્ત થઈ છે. જેનાથી એ સવાલ ઉઠી રહ્યો છે કે કેમરન સરકારી નીતિને પ્રભાવિત કરવા માટે કોઈ હદ સુધી પોતાની સ્થિતિનો ઉપયોગ કરી શકે છે કારણ કે રિપોર્ટ મુજબ ડેવિડ કેમરને ફર્મની પેરવી કરવા માટે 2020માં વરિષ્ઠ મંત્રીઓનો વારંવાર સંપર્ક કર્યો હતો. 


વાપસી પર શું બોલ્યા કેમરન
સુનક કેબિનેટમાં સામેલ થવા પર કેમરને કહ્યું કે જો કે હું કેટલાક વ્યક્તિગત નિર્ણયોથી અસહમત હોઈ શકું છું પરંતુ મારા માટે એ સ્પષ્ટ છે કે ઋષિ સુનક એક મજબૂત અને સક્ષમ પ્રધાનમંત્રી છે.