લંડનઃ બ્રિટનમાં પ્રધાનમંત્રી બોરિસ જોનસનના ઉત્તરાધિકારીને લઈને ચાલી રહેલી દોડ ભારતવંશી ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે છે. પરંતુ હવે સર્વેના પરિણામ જણાવી રહ્યાં છે કે સુનકના  સપના પર પાણી ફરી શકે છે. હકીકતમાં સર્વેમાં વિદેશ મંત્રી ટ્રસે બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનવાની રેસમાં સુનક પર લીડ મેળવી લીધી છે. તેમાંથી એકને સપ્ટેમ્બરની શરૂઆત સુધી ચાલનાર મતદાનમાં પાર્ટી સભ્યો દ્વારા આગામી પ્રધાનમંત્રીના રૂપમાં ચૂંટવામાં આવશે. તેમાં જોનસન સરકારમાં નાણામંત્રી રહેલા સુનકનો માર્ગ હવે મુશ્કેલ લાગી રહ્યો છે. સર્વેના આ સપ્તાહની શરૂઆતના આંકડા જણાવે છે કે લિઝ ટ્રસ, ઋષિ સુનક પર લીડ બનાવી છે. આવો જાણીએ કંઝર્વેટિવ પાર્ટીમાં નેતા ચૂંટવાની શું છે પ્રક્રિયા. શું હશે તેના પરિણામ. નવા પીએમ સામે શું છે મોટા પડકાર.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. બ્રિટનમાં કંઝર્વેટિવ પાર્ટીના ઉમેરવારે પ્રધાનમંત્રીની રેસમાં સામેલ થવા ઓછામાં ઓછા 20 સાંસદોના સમર્થનની જરૂરીયાત હોય છે. ઉમેદવારી બાદ પહેલા વોટિંગ થાય છે. તેમાંથી 30થી ઓછા મત મળનાર ઉમેદવાર બહાર થઈ ગાય છે. ત્યારબાદ પ્રથમ મતદાનમાં જીતનાર ઉમેદવાર બીજા વોટિંગમાં ભાગ લે છે. તેમાંથી જે ઉમેદવારને સૌથી ઓછા મત મળે તે બહાર થઈ જાય છે. આ પ્રક્રિયામાં એક બાદ એક રાઉન્ડનું મતદાન થાય છે. દરેક રાઉન્ડમાં ઉમેદવારોની સંખ્યા ઘટતી જાય છે. જ્યાં સુધી માત્ર બે ઉમેદવાર ન બચે ત્યાં સુધી આ વોટિંગની પ્રક્રિયા ચાલુ રહે છે. 


આ પણ વાંચોઃ બાબા વેંગાની આ વર્ષે 2 ભવિષ્યવાણી સાચી પડી, ભારત વિશે પણ કરી છે આ ચિંતાજનક ભવિષ્યવાણી


2. પાર્ટીના સભ્ય પોસ્ટલ વોટ કરે છે અને નેતાની પસંદગી કરે છે. વિજયી ઉમેદવાર પાર્ટી નેતાની સાથે-સાથે પ્રધાનમંત્રીનું પદ પણ સંભાળે છે. એટલે કે જે ઉમેદવાર પાર્ટીના નેતા તરીકે પસંદ થશે તે બ્રિટનના પ્રધાનમંત્રી બનશે. આ દોડમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદ અને વિદેશ કાર્યાલયના મંત્રી રહમાન ચિશ્તી અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શાપ્સ શરૂઆતમાં બહાર થઈ ગયા હતા. આ ઉમેદવારોને 20 સાંસદોનું સમર્થન મળી શક્યું નથી. તેના કારણે તે વોટિંગમાં ભાગ લઈ શકાય નહીં. ત્યારબાદ થયેલા વોટિંગમાં પૂર્વ વિદેશ મંત્રી જેરેમી હંટ અને ચાન્સલર નાદિમ જહાવીને ઓછામાં ઓછા 30 સાંસદોના મત ન મળતા તે બહાર થઈ ગયા હતા.


3. 12 જુલાઈએ પ્રધાનમંત્રી ઉમેદવાર માટે ઉમેદવારી બંધ થઈ ગઈ હતી. તે માટે દરેક નેતાને 20 સાંસદોના સમર્થનની જરૂર હોય છે. 13 જુલાઈએ પ્રથમ રાઉન્ડનું મતદાન થયું હતું. 30થી ઓછા મત મેળવનાર ઉમેદવારો બહાર થઈ ગયા. 14 જુલાઈએ થયેલા વોટિંગમાં સૌથી ઓછા મત મેળવનાર ઉમેદવારો બહાર થઈ ગયા હતા. ત્યારબાદ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં દેશભરમાં અંતિમ બે ઉમેદવારો માટે પાર્ટીના સભ્યોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ 5 સપ્ટેમ્બરે નવા પ્રધાનમંત્રીની જાહેરાત થશે. ત્યારબાદ સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં નવા પ્રધાનમંત્રી શપથ ગ્રહણ કરી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube