નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર (Taliban Government) બન્યા બાદ આખી દુનિયા પર ફરી મોટા આતંકી હુમલાનો (Terrorist Attacks) ખતરો મંડરાઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, 20 વર્ષ બાદ ફરી અફઘાનિસ્તાન (Afghanistan) આતંકીઓનો મજબૂત ગઢ બની શકે છે. આ કડીમાં હવે યૂકેના જાસૂસી પ્રમુખે (UK SPY Chief) મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા અનુસાર પશ્ચિમ દેશોમાં તાલિબાનના આવ્યા બાદ અલકાયદા (Al Qaeda) સ્ટાઈલ આતંકી હુમલા એટલે કે, 9/11 જેવા હુમલા (9/11 Terrorist Attacks) વધી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અલકાયદા સ્ટાઈલ આતંકી હુમલાનો ખતરો વધ્યો
MI5 ના ડાયરેક્ટર જનરલ કૈન મેકલમે કહ્યું કે, તાલિબાનના આવ્યા બાદ યૂકેને વધારે ખતરો થઈ શકે છે. કેમ કે, હવે NATO ની સેના પણ અફઘાનિસ્તાનથી નીકળી ગઈ છે અને ત્યા હવે કોઈ લોકશાહી સરકાર પણ નથી. તેમણે ભાર આપતા કહ્યું છે કે, આતંકવાદી ધમકીઓ રાતોરાત ક્યારેય બદલાતી નથી. ટ્રેનિંગ કેમ્પ અને તેના માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવામાં ઘણો સમય લાગે છે.


આ પણ વાંચો:- આ રાશિના જાતકો માટે ઉત્કટતાથી લેવામાં આવેલ કોઈપણ નિર્ણય હાનિકારક સાબિત થશે


યૂકેને કેમ છે ચિંતા?
કેન મેકલમના જણાવ્યા અનુસાર છેલ્લા 10 વર્ષોમાં ઘણી તક પર યૂકેમાં આવા આતંકી હુમલા થતા જોવા મળ્યા છે. જ્યાં આતંકી કોઈને કોઈ વિચારધારાથી પ્રેરિત હોય છે. આવી સ્થિતિમાં તેમનું માનવું છે કે, સાવચેત રહેવાની જરૂર છે કારણ કે, ફરી એકવાર અલકાયદા સ્ટાઈલમાં આતંકી હુમલા થતા જોવા મળી શકે છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે વર્ષ 2005 માં બ્રિટનમાં સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ આત્મઘાતી બોમ્બર દ્વારા ટ્રેન અને બસમાં કુલ 52 લોકો માર્યા ગયા હતા.


આ પણ વાંચો:- તહેવારો પહેલાં સસ્તું થશે Cooking Oil, જમાખોરી પર લગાવવામાં આવશે લગામ


યૂકેની શું છે રણનીતિ?
ત્યારે જનરલ કેન મેકલમએ મોટી જાણકારી આપતા જણાવ્યું કે, હકીકતમાં 9/11 ના 20 વર્ષ બાદ યુકેમાં આતંકવાદી હુમલા વધ્યા છે, માત્ર ફર્ક એટલો છે કે, હવે નાના સ્તર પર આ પ્રકારના હુમલા થતા જોવા મળી રહ્યા છે. પરંતુ છરી અને બંદૂકના દમ પર સતત ઘણા નિર્દોષોનો જીવ લઈ રહ્યા છે. હવે આ વચ્ચે યૂકેને તાલિબાન રાજથી પણ ડર લાગવા લાગ્યો છે. ચેતવણી ભલે માત્ર પશ્ચિમી દેશો માટે જાહેર કરવામાં આવી છે, પરંતુ જેવી રણનીતિ તાલિબાન અપનાવી રહ્યું છે, તેને જોતા સમગ્ર દુનિયા સામે કેટલાક ગંભીર સવાલો ઉભા થઈ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube