યુક્રેનનો મોટો દાવો- 1000 રશિયાના સૈનિકોને ઠાર કર્યા, રશિયા બોલ્યું- અમે 211 સૈન્ય કેમ્પોને તબાહ કર્યા
યુક્રેની સેનાએ કહ્યું કે, રશિયાના સૈનિકોએ મુખ્ય કિવ એવેન્યૂ પર સ્થિત એક સૈન્ય પોર્ટ પર હુમલો કર્યો, પરંતુ હુમલાને રદ્દ કરી દેવામાં આવ્યો.
કિવઃ યુક્રેનની સેનાએ શનિવારે સવારે મોટો દાવો કર્યો છે. તેણે કહ્યું કે, ભારે લડાઈ વચ્ચે 1 હજારથી વધુ રશિયન સૈનિકોને ઠાર કરવામાં આવ્યા છે. પરંતુ રશિયન સેનાએ અત્યાર સુધી કોઈ ખુલાસો કર્યો નથી. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે, રશિયાના આક્રમણમાં 25 નાગરિકના મોત થયા અને 102ને ઈજા થઈ છે. આ સિવાય યુક્રેને દાવો કર્યો છે કે તેણે ઓછામાં ઓછા 80 ટેન્ક, 516 સશસ્ત્ર લડાઇ વાહન, સાત હેલીકોપ્ટર, 10 વિમાન અને 20 ક્રૂઝ મિસાઇલોને નષ્ટ કરી દીધી છે. તો રશિયન રક્ષા મંત્રાલયે કહ્યું કે, તેણે સૈનિકોના યુક્રેનમાં 211 માળખાને નષ્ટ કરી દીધા છે.
યુક્રેની સેનાએ કહ્યું કે, રશિયાના સૈનિકોએ મુખ્ય કિવ એવેન્યૂ પર સ્થિત એક સૈન્ય પોર્ટ પર હુમલો કર્યો, પરંતુ હુમલાને રદ્દ કરી દેવામાં આવ્યો. યુક્રેનની સેનાએ પોતાના ફેસબુક પેજ પર કહ્યું કે, રશિયાએ કિવમાં સૈન્ય એકમમાં એક વિક્ટ્રી એવેન્યૂ પર હુમલો કર્યો છે.
તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેનની સેના રાજધાનીના બહારના વિસ્તારમાં આમને-સામને છે. યુક્રેનના અધિકારીઓએ નાગરિકોને આ સંકટના સમયમાં રશિયાની સેનાને આગળ વધતી રોકવા અને શહેરની રક્ષા કરવામાં મદદ કરવાનો આગ્રહ કર્યો છે.
આ પણ વાંચો- સેન્ટ પીટર્સબર્ગથી લઈને જોર્જિયા, યુએનથી લઈને તાઇવાન સુધી, યુક્રેન પર રશિયાના હુમલાનો વિશ્વમાં વિરોધ
શનિવારે સવારે ઘણા રિપોર્ટ સામે આવ્યા, જેમાં દાવો કરવામાં આવ્યો કે આ ક્ષેત્રમાં અંતિમ કેટલીક મિનિટોમાં અનેક વિસ્ફોટ થયા. રિપોર્ટ અનુસાર રશિયન સૈનિક રાષ્ટ્રીય પોલીસના વેશમાં વાસિલકિવની પાસે એક ચોકી સુધી પહોંચ્યા અને ત્યાં યુક્રેની સૈનિકોને ગોળી મારી દીધી.
આ પહેલાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેની સેનાને નેતૃત્વને ઉંખેડી ફેંકવા અને શાંતિ માટે વાતચીત કરવાનો આગ્રહ કર્યો. આ વચ્ચે યુક્રેન અને રશિયા વાતચીત માટે જગ્યા અને સમય પર ચર્ચા કરી રહ્યાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીના પ્રવક્તાએ સોશિયલ મીડિયા દ્વારા તેની જાણકારી આપી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube