કિવઃ રશિયા છેલ્લા 22 દિવસથી યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. અત્યાર સુધી રશિયાના હુમલામાં યુક્રેનના 103 બાળકોના મોત થયા છે, જ્યારે 100થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. અનેક નિર્દોષ નાગરિકોએ પણ આ યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે યુક્રેનના વિદેશ મંત્રાલયે ટ્વીટ કરી જણાવ્યું કે તેણે રશિયાને અત્યાર સુધી કેટલું નુકસાન પહોંચાડ્યું છે. ટ્વીટ પ્રમાણે યુક્રેને જણાવ્યું કે તેણે રશિયાના 14000 સૈનિકોને મારી નાખ્યા છે. જ્યારે 86 એરક્રાફ્ટ, 108 હેલિકોપ્ટર્સ અને 444 ટેન્કોને તબાહ કરી દીધી છે. 


યુક્રેને દાવો કર્યો છે કે તેણે 43 એન્ટી એરક્રાફ્ટ વોરફેયર સિસ્ટમ, 3 જહાજ, 864 ગાડીઓ, 201 આર્ટિલરી પીસ, 1455 સશસ્ત્ર વાહનો, 10 વિશેષ ઉપકરણને નેસ્તનાબુદ કરી દીધા છે. 


વિશ્વના અનેક દેશોમાં ફરી વધવા લાગ્યા કોરોના કેસ, વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું કારણ  


યુક્રેનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે હવાઈ હુમલાથી એક શાનદાર ઇમારત કેન્દ્ર નષ્ટ થઈ ગયું છે જ્યાં લડાઈમાં પોતાના ઘરો ધ્વસ્ત થયા બાદ ઘણા નાગરિકો રહેતા હતા. અનેક લોકો કાટમાળમાં દટાયા. તો કિવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ કહ્યુ કે, રશિયાની ગોળીબારીથી શહેરના પાડોશમાં સ્થિત પોડિલમાં ઘણા મકાનને નુકસાન પહોંચ્યું છે. આ સ્થાન સિટી સેન્ટરના ઉત્તરમાં છે અને તથાકથિત સરકારી ભવનથી અઢી કિલોમીટર દૂર છે જ્યાં રાષ્ટ્રપતિ ભવન, કાર્યાલય અને અન્ય જરૂરી કાર્યાલય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube