વોશિંગ્ટન: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ટાળવાની કોશિશોમાં લાગેલા અમેરિકાએ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત માટે તૈયાર થઈ ગયા છે. અમેરિકા તરફથી કહેવાયું છે કે જો રશિયા યુક્રેન પર હુમલો ન કરે તો બાઈડેન રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે સૈદ્ધાંતિક રીતે મુલાકાત કરવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેક્રોનની મહત્વની  ભૂમિકા
વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે 'સૈદ્ધાંતિક રીતે' મળવા માટે સહમત છે. પરંતુ એવી સ્થિતિમાં કે જ્યારે રશિયા યુક્રેન પર આક્રમણ ન કરે. અત્રે જણાવવાનું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન આ જંગના જોખમને ટાળવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. રવિવારે ફ્રેન્ચ રાષ્ટ્રપતિના અધિકૃત ભવન Elysee Palace તરફથી પણ બાઈડેન-પુતિન મુલાકાત અંગે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. 


પુતિન સાથે થઈ હતી ફોન પર વાત
નિવેદનમાં કહેવાયું છે કે બાઈડેન અને પુતિન, મેક્રોન તરફથી પ્રસ્તાવિત શિખરવાર્તા માટે તૈયાર થઈ ગયા છે. મેક્રોને પોતાના પ્રસ્તાવમાં યુરોપમાં સુરક્ષા અને રણનીતિક સ્થિરતા પર ચર્ચા કરવાની વાત રજૂ કરી છે. જો કે આ પ્રસ્તાવ સાથે એ શરત પણ રજૂ કરાઈ છે કે આ મુલાકાત ત્યારે જ થશે જ્યારે રશિયા યુક્રેન પર આક્રમણ ન કરે. અત્રે જણાવવાનું કે મેક્રોને રવિવારે પુતિન સાથે બેવાર ફોન પર વાત કરી હતી, આ સાથે જ તેમણે બાઈડેનનો પણ યુક્રેનની સ્થિતિ અંગે સંપર્ક કર્યો હતો. આવા સમયે આ સહમતિની વાત સામે આવી છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube