મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતેને મંગળવારે સંસદના ઉપલા ગૃહમાં દેશની બહાર સૈન્ય બળ પ્રયોગ કરવાની મંજૂરી માંગી. ઉપલા ગૃહે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દેશની બહાર સૈન્ય બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. આ પગલું યુક્રેન પર વ્યાપક હુમલાની ભવિષ્યવાણી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેન પર સંકટના વાદળો છવાયેલા છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સંસદના ઉપલા ગૃહ પાસે દેશની બહાર સૈન્ય બળનો પ્રયોગ કરવાની મંજૂરી માંગી હતી. જેને સંસદે મંજૂર કરી દીધી છે. આ સંબંધમાં સંસદના ઉપલા ગૃહને લખવામાં આવ્યું કે એક પત્ર પૂર્વી યુક્રેનમાં વિદ્રોહી ક્ષેત્રોમાં રશિયન સૈન્ય તૈનાતીને ઔપચારિક રૂપ પ્રદાન કરશે. પુતિને એક દિવસ પહેલા યુક્રેનના વિદ્રોહીઓવાળા વિસ્તારની સ્વતંત્રતાનેમાન્યતા આપી હતી અને મંગળવારે યુક્રેનના બે અલગાવવાદી વિસ્તારમાં સેનાને મોકલી દીધી છે. આ ઘટના બાદ યુક્રેન પર હુમલાનો ખતરો વધી ગયો છે. 


સૈન્ય બળ પ્રયોગની મંજૂરી મળ્યા બાદ રશિયાનો યુક્રેન પર વ્યાપક હુમલો કરવાનો માર્ગ મોકળો બની ગયો છે. આ પહેલા પશ્ચિમી દેશોના નેતાઓએ કહ્યું હતું કે રશિયાના સૈનિક યુક્રેનના પૂર્વી ભાગમાં પહોંચી ગયા છે. તો અમેરિકાએ રશિયાના આ પગલાને આક્રમણ ગણાવ્યું હતું. 


આ પણ વાંચોઃ Russia-Ukraine Conflict: શું યુક્રેન સંકટની સાથે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત છે? જાણો કઈ રીતે શરૂ થઈ હતી પ્રથમ અને બીજી વર્લ્ડ વોર


સમાચાર એજન્સી રોયટર્સ અનુસાર યુક્રેનના પૂર્વી ક્ષેત્રમાં મદ્ય ડોનેટ્સ્કમાં ઘણા ધમાકાના અવાજ સાંભળવા મળ્યાં છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે રશિયન સૈનિકોના આ વિસ્તારમાં ઘુસ્યા બાદ અહીં સંઘર્ષની ઘટનાઓ સામે આવી છે. તો પુતિનના આ પગલા પર પશ્ચિમી નેતાઓએ ચેતવણી આપી છે કે તેને ગંભીર પરિણામ જોવા મળી શકે છે. પુતિનના આ નિર્ણયની સંયુક્ત રાષ્ટ્ર અને ઘણા પશ્ચિમી નેતાઓએ નિંદા કરી છે. 


રશિયા પર આકરા પ્રતિબંધો
યુક્રેન સંકટ વચ્ચે તમામ દેશોએ રશિયા પર કાર્યવાહી શરૂ કરી દીધી છે. પહેલાં જર્મનીએ રશિયાની ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ નોર્ડ સ્કીમને રદ્દ કરી દીધો છે. તો બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને મંગળવારે રશિયાની પાંચમોટી બેન્કો પર પ્રતિબંધ લગાવી દીધો છે. બોરિસે પુતિન પર યુક્રેનની અખંડતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકાએ પણ રશિયા પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube