યુક્રેનમાં શાળા પાસે તૂટી પડ્યું હેલિકોપ્ટર, ગૃહમંત્રી સહિત 16ના મોત
યુક્રેન પર રશિયાની સેનાના હુમલા વચ્ચે રાજધાની કીવ પાસે બ્રોવેરી શહેરમાં આજે એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો. જેમાં સ્થાનિક ગૃહમંત્રી સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોતના સમાચાર છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવાયું છે કે આ અકસ્માતમાં ષડયંત્રની શક્યતાનો ઈન્કાર કરી શકાય નહીં.
યુક્રેન પર રશિયાની સેનાના હુમલા વચ્ચે રાજધાની કીવ પાસે બ્રોવેરી શહેરમાં આજે એક મોટો હેલિકોપ્ટર અકસ્માત થયો. જેમાં સ્થાનિક ગૃહમંત્રી સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોતના સમાચાર છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. યુક્રેનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવાયું છે કે આ અકસ્માતમાં ષડયંત્રની શક્યતાનો ઈન્કાર કરી શકાય નહીં. રહેણાંક વિસ્તારમાં થયેલા આ અકસ્માતમાં 10 બાળકો સહિત બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
યુક્રેનની રાષ્ટ્રીય પોલીસના પ્રમુખ ઈહોર ક્લેમેનકોએ જણાવ્યું કે કીવના પૂર્વ ઉપનગર બ્રોવેરીમાં ઈમરજન્સી સેવાનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. જીવ ગુમાવનારાઓમાંમાથી 9 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા. પોલીસના જણાવ્યાં મુજબ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગૃહમંત્રી અને ઉપમંત્રીના મોત થયા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube