કીવ: રશિયાની સેનાનો મક્કમ રહીને સામનો કરી રહેલા યુક્રેને પોતાના પોર્ટ શહેર મારિયુપોલમાં હથિયાર હેઠાં મૂકવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. રશિયાએ આ શહેરમાં ખુબ તબાહી મચાવી છે. સ્થિતિ એવી છે કે શહેરની 80 ટકા રહેણાંક ઈમારતો ધરાશયી શઈ ગઈ છે. ચારેબાજુ રશિયાની ટેંક જોવા મળી રહી છે. આમ છતાં યુક્રેન નતમસ્તક થવા તૈયાર નથી. હકીકતમાં રશિયાએ યુક્રેનની સેનાને મારિયુપોલમાં હથિયાર હેઠાં મૂકવા જણાવ્યું છે, પરંતુ યુક્રેનના ડેપ્યુટી પીએમે ચોખ્ખે ચોખ્ખુ સંભળાવી દીધુ કે સરન્ડર કરવાનો તો સવાલ જ નથી ઉઠતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્તચર એજન્સીનો કમાન્ડર માર્યો ગયો
યુક્રેનના ડેપ્યુટી પીએમએ ન્યૂઝ એજન્સી રોયટર્સના હવાલે કહ્યું કે અમે મારિયુપોલમાં સરન્ડર કરવા તૈયાર નથી. અમારી સેના છેલ્લા શ્વાસ સુધી હુમલાનો જવાબ આપશે. આ બધા વચ્ચે યુક્રેની સેનાએ અલગાવવાદીઓની ગુપ્તચર એજન્સી  (DPR) ના કમાન્ડર સર્ગેઈ માશકિનને મારી નાખવાનો દાવો કર્યો છે. જ્યારે રાજધાની કીવના એક શોપિંગ સેન્ટરમાં આગ ભભૂકી હોવાના પણ રિપોર્ટ્સ છે. આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાય છે. અત્રે જણાવવાનું કે રશિયાએ મારિયુપોલમાં સરન્ડર કરવા માટે એક ડેડલાઈન નક્કી કરી છે અને કહ્યું છે કે જો આમ ન થયું તો મોટા પાયે તબાહી થશે. 


સતત ચાલુ છે રશિયાના હુમલા
યુક્રેન માટે રણનીતિક રીતે મહત્વના મારિયુપોલ શહેર પર છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત રશિયન ફોર્સના હુમલા ચાલુ છે. જેના પગલે સ્થાનિક રહીશોએ શહેર છોડીને જવા માટે મજબૂર થવું પડ્યું છે. સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે રશિયન ફોર્સથી ઘેરાયેલા મારિયુપોલમાં  ભોજન, પાણી અને વીજ પુરવઠો સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ચૂક્યો છે અને અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2300 લોકોએ યુદ્ધમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. 


વર્લ્ડ વોરની આશંકાના ડરથી પુરુષોમાં 'ઈચ્છા' પૂરી કરવાની તાલાવેલી!, આ મહિલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો


શાળાઓ ઉપર પણ થયો બોમ્બમારો
આ અગાઉ રશિયાની સેનાએ મારિયુપોલ શહેરમાં હુમલો કરતા એક શાળા ઉપર પણ બોમ્બમારો કર્યો હતો. આ શાળામાં હુમલાથી બચવા માટે 400 લોકો છૂપાયા હતા. હુમલા બાદ અનેક લોકો કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ હતી. મારિયુપોલના એક થિયેટર ઉપર પણ રશિયાની સેનાએ બોમ્બમારો કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આ હુમલાને યુદ્ધ અપરાધ જાહેર કર્યો છે. તેમણે કહ્યું કે એક શાંતિપૂર્ણ શહેર પર આક્રમણ કરનારાઓએ જે કર્યું તે એક એવો આતંક છે જેને આવનારી સદીઓ સુધી યાદ રાખવામાં આવશે. 


ઓમિક્રોનને હળવાશમાં લેવો એ ભૂલ, કોરોના ગયો નથી, જાણો શું કહ્યું WHO એ?


હજારોને જબરદસ્તીથી રશિયા મોકલ્યા
આ બાજુ મારિયુપોલ નગર પરિષદે દાવો કર્યો કે રશિયન સૈનિકોએ શહેરના હજારો નાગરિકોને જબરદસ્તીથી રશિયા મોકલી દીધા છે. જેમાંથી મોટાભાગના મહિલાઓ અને બાળકો છે. આ લોકોના દસ્તાવેજ પણ છીનવી લીધા છે. જ્યારે વૈશ્વિક સંસ્થા યુનિસેફે દાવો કર્યો છે કે યુદ્ધ વચ્ચે 15 લાખ યુક્રેની બાળકોને વેચવામાં આવી શકે છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં કહેવાયું છે કે યુક્રેનના 18 શહેરોમાં અટકી અટકીને બોમ્બમારો થઈ રહ્યો છે. 


ચોંકાવનારો કિસ્સો: મહિલાના સ્તનની સાઈઝ અચાનક વધી ગઈ, ડોક્ટરે કહ્યું-'આ તો શરીરની ચરબી' પણ પછી જે થયું....


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube