કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને દોઢ મહિનો થવા જઈ રહ્યો છે. પણ હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આ બધા વચ્ચે યુક્રેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના નીકટના ગણાતા યુક્રેનના પ્રમુખ વિપક્ષી રાજનેતા વિક્ટર મેદવેદચુકની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ યુક્રેને રશિયાને કહ્યું કે જો તે ઈચ્છે કે ક્રેમલિનના સૌથી હાઈ પ્રોફાઈલ સહયોગીને મુક્ત કરવામાં આવે તો તે યુદ્દના કેદીઓને છોડી મૂકે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેને જાહેરાત કરી હતી કે વિપક્ષી મંચ 'ફોર લાઈફ પાર્ટી'ના નેતા વિક્ટર મેદવેદચુકની ધરપકડ કરી છે. અધિકારીઓએ  કહ્યું કે રાજદ્રોહનો કેસ ખુલ્યા બાદ તેમને નજરકેદ રાખવામાં આવ્યા હતા. વિક્ટર રશિયા સમર્થક છે જે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને તેમની પુત્રીના ગોડફાધર કહે છે. 


યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું હું રશિયન સંઘને પ્રસ્તાવ મૂકુ છું કે તેઓ આ વ્યક્તિને અમારા છોકરા અને છોકરીઓ સાથે બદલી નાખો જે હજુ પણ રશિયાની કેદમાં છે. યુક્રેને વિક્ટરનો કેદી તરીકેનો ફોટો પણ શેર કર્યો છે. ત્યારબાદ ક્રેમલિનના એક પ્રવક્તાએ કહ્યું કે તેમણે તસવીર જોઈ છે અને એ કહી શકાય નહીં કે તે વાસ્તવિક છે કે નહીં. 


રશિયા પર નરસંહારનો આરોપ
આ બધા વચ્ચે એ પણ જણાવીએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન ઉપર યુક્રેનમાં નરસંહાર કરવાનો પણ આરોપ લગાવ્યો છે. 


અમેરિકા મોકલશે મદદ
યુક્રેનનું કહેવું છે કે તેને આશા છે કે અમેરિકા મદદ માટે વધુમાં વધુ હથિયારો મોકલશે જેથી કરીને યુદ્ધ આગળ વધે. આ બાજુ રશિયાએ વારંવાર નાગરિકોને નિશાન બનાવવા મુદ્દે ઈન્કાર કર્યો છે અને કહ્યું કે યુદ્ધ અપરાધોના યુક્રેની અને પશ્ચિમી આરોપ રશિયન સેનાને બદનામ કરવા માટે છે. 


અત્રે જણાવવાનું કે અમેરિકા જલદી યુક્રેન માટે 750 મિલિયન અમેરિકી ડોલરના નવા સૈન્ય મદદના પેકેજની જાહેરાત કરી શકે છે. વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ જો બાઈડેનનું પ્રશાસન યુક્રેનને આપવામાં આવનારા હથિયારોના દાયરાને વધારવા માટે તૈયાર થઈ ગયું છે. આ જ કડીમાં પેન્ટાગન હવે પોતાના ખાસ બખ્તરબંધ હુમવેસ સહિત અનેક  એડવાન્સ મિલેટ્રી ઉપકરણોને યુક્રેન મોકલવા માંગે છે. 


Weird Job Offer: આ કંપની આપે છે એડલ્ટ વીડિયો જોવાના પ્રતિ કલાકના 1500 રૂપિયા, જોબ માટે પડાપડી


PM Modi-Biden Meeting: ભારત પર આ મુદ્દે ઓળઘોળ થઈ ગયું પાડોશી ચીન, તજજ્ઞોએ શું કહ્યું તે ખાસ જાણો


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube