Ukraine Russia Crisis: યુક્રેન પર પુતિને કરેલી જાહેરાતથી અમેરિકા લાલઘૂમ, રશિયા પર લીધો આ મોટો નિર્ણય
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પૂર્વ યૂક્રેનના ડોનેત્સ્ક અને લુંગસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણય બાદ યૂક્રેન સાથે વિવાદ વધી ગયો છે.
નવી દિલ્હી: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પૂર્વ યૂક્રેનના ડોનેત્સ્ક અને લુંગસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણય બાદ યૂક્રેન સાથે વિવાદ વધી ગયો છે. બંને દેશો વચ્ચે યુદ્ધની આશંકાઓ પ્રબળ બની ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને બંને દેશો પર પ્રતિબંધ લગાવવા અંગેના ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં બેઠક પણ થઈ રહી છે.
અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પરિસ્થિતિ જોતા મોટો નિર્ણય લીધો છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે રશિયાને આંતરરાષ્ટ્રીય કાયદાના ભંગ બદલ અનેક પ્રકારે મળતા ફાયદાથી વંચિત કરવા માટે એક એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ યૂક્રેન સહિત અન્ય સહયોગીઓ સાથે પણ સતત વાતચીત કરી રહ્યા છીએ.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube