નવી દિલ્હીઃ યુક્રેન પર રશિયા સતત હુમલો કરી રહ્યું છે, અને બંને દેશની સેનાઓ આમને-સામને છે. આ વચ્ચે સમજુતીની વાત પણ કહેવામાં આવી રહી છે. પરંતુ હાલ રશિયા હુમલા રોકવા માટે તૈયાર નથી. રશિયાના આ હુમલામાં અત્યાર સુધી અનેક સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. હવે યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ તરફથી તેના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું કે અત્યાર સુધી 100થી વધુ લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ વધી શકે છે મોતનો આંકડો
યુએન હ્યુમન રાઇટ્સના ચીફે જાણકારી આપતા કહ્યું કે, રશિયાના હુમલામાં અત્યાર સુધી 102 લોકોના મોત થયા છે, જેમાં 7 બાળકો પણ સામેલ છે. મહત્વનું છે કે રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા પાંચ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં દરરોજ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. રશિયા મિસાઇલોથી હુમલો કરી રહ્યું છે. યુએને કહ્યું કે, જો હજુ યુદ્ધ ચાલતું રહેશે તો આવનારા દિવસોમાં મોતની સંખ્યામાં વધારો થઈ શકે છે. 


આ પણ વાંચોઃ તુર્કી પાસેથી મળેલા આ ટચૂકડા ઘાતક હથિયારથી રશિયાના નાકમાં દમ લાવી રહ્યું છે યુક્રેન, ખાસ જાણો


વાતચીત માટે મંચ તૈયાર
યુક્રેન પર સતત થઈ રહેલાં હુમલા વચ્ચે એક રાહતના સમાચાર પણ સામે આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવી રહ્યું છે કે જલદી યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત થઈ શકે છે. બેલારૂસના વિદેશ મંત્રાલય તરફથી એક મીટિંગ હોલની તસવીર પોસ્ટ કરવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે, બેઠકનું આ મંચ તૈયાર થઈ ચુક્યુ છે અને બંને દેશના પ્રતિનિધિઓની રાહ જોવાઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ સતત યુદ્ધવિરામની વાત કરી રહ્યાં છે, કારણ કે રશિયાના હુમલા બાદ તેને ખુબ નુકસાન થઈ ચુક્યુ છે. તો રશિયા દાવો કરી રહ્યું છે કે તેણે યુક્રેનના આશરે 1 હજાર સૈન્ય ઠેકાણાને તબાહ કરી દીધા છે. તો યુક્રેન તરફથી રશિયાના વિમાનો અને ટેન્કોને તબાહ કરવાનો દાવો કરવામાં આવી રહ્યું છે. પરંતુ યુક્રેનને હાલ સીઝફાયરની સૌથી વધુ જરૂરીયાત છે. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube