Ukraine-Russia War: ચર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં વીજળી સપ્લાય કરનાર ગ્રિડ ક્ષતિગ્રસ્ત, રેડિએશનનો ખતરો
Ukraine-Russia War: ચેર્નોબિલને પાવર સપ્લાય લાઇનને નુકસાન થવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી. આ સ્થળ છેલ્લા અઠવાડિયાથી રશિયન સૈનિકોના નિયંત્રણમાં છે.
કીવઃ યુક્રેનના બંધ પડેલા ચર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં લાઇટની સપ્લાય કરનાર ગ્રિડ ક્ષતિગ્રસ્ત થઈ ગયું છે અને ઈમરજન્સી જનરેટર દ્વારા વીજળીની સપ્યાલ કરવામાં આવી છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
ચર્નોબિલ પરમાણુ પ્લાન્ટમાં જ દુનિયાની સૌથી ભીષણ પરમાણુ દુર્ઘટના સર્જાય હતી. સરકારી સમાચાર એજન્સીએ કહ્યું કે, લાઇટ ગુલ થવાને કારણે પરમાણુ પ્લાન્ટના કૂલિંગ સામગ્રીને ખતરો થઈ શકે છે. ચર્નોબિલને વીજળી સપ્લાય કરનાર લાઇનને નુકસાન થવાનું કારણ હજુ સ્પષ્ટ નથી. પાછલા સપ્તાહથી આ સ્થળ રશિયન સૈનિકોના નિયંત્રણમાં છે.
ડીઝલ જનરેટરમાં 48 કલાક માટે ઈંધણ
યુક્રેનના ગ્રિડ ઓપરેટરે કહ્યું છે કે રાષ્ટ્રીય પરમાણુ નિયામક અનુસાર ચર્નોબિલના તમામ પ્લાન્ટમાં વીજળી સપ્લાય ઠપ થઈ ગઈ છે અને ડીઝલ જનરેટલમાં 48 કલાકનું ઈંધણ છે. નિયામકે કહ્યું કે લાઈટ વગર 'પરમાણુ અને વિકિરણ સુરક્ષાના માપદંડો'ને નિયંત્રિત ન કરી શકાય.
આ પણ વાંચોઃ Ukraine-Russia War: યુદ્ધ વચ્ચે રશિયાનું નિવેદન- કહ્યું- યુક્રેન સરકારને હટાવવી અમારો ઈરાદો નથી
યુક્રેનના વિદેશ મંત્રીએ કર્યું ટ્વીટ
યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ કહ્યુ કે, વીજળીની આપૂર્તિ કરનાર ગ્રિડ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે અને સમારકામની મંજૂરી આપવા માટે સંઘર્ષ વિરામનું આહ્વાન કર્યું. દિમિત્રો કુલેબાએ બુધવારે ટ્વીટ કર્યુ- અનામત ડીઝલ જનરેટરમાં 48 કલાકની શક્તિ છે, ત્યારબાદ, ખર્ચ કરાયેલ પરમાણુ ઈંધણ માટે સ્ટોરેજ સુવિધાની કૂલિંગ સિસ્ટમ બંધ થઈ જશે.
2 હજારથી વધુ કર્મચારી આ પ્લાન્ટમાં કામ કરે છે કારણ કે તેને વધુ એક પરમાણુ દુર્ઘટના રોકવા માટે સતત મેનેજમેન્ટની જરૂર પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube