Russia Ukraine War LIVE Updates: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ શનિવારે દેશને રશિયાના આક્રમણથી લડવામાં મદદ કરવા માટે અમેરિકી સીનેટરોને વધુ વિમાન મોકલવાનો આગ્રહ કર્યો છે. તો યુક્રેનના મારિયુપોલ અને વોલ્નોવાખાથી લોકોને કાઢવા માટે લાગૂ થયેલું સીઝફાયર તૂટી ગયું છે. યુક્રેની મીડિયા પ્રમાણે મારિયૂપોલમાં રશિયાએ સીઝફાયર તોડી દીધુ છે, જેથી માનવી કોરિડોરથી સામાન્ય લોકોને કાઢવાની પ્રક્રિયા સુરક્ષાને કારણે રોકવામાં આવી છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આવી છે કે મોસ્કો યુક્રેન પર કોઈ ત્રીજા પક્ષની નો-ફ્લાય ઝોનની જાહેરાતને આ લડાઈમાં ભાગીદારના રૂપમાં માનશે. આ વચ્ચે અમેરિકા અને બ્રિટને ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે અને પોતાના નાગરિકોને રશિયા છોડવાનું કહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનને મોટી મદદ કરી શકે છે અમેરિકા
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનનું કહેવું છે કે યુક્રેનને જેટ સપ્લાય કરવા માટે પોલેન્ડ સાથેના કરાર પર અમેરિકા સક્રિયરૂપ કામ કરી રહ્યું છે.


ઝેલેન્સકીનો મોટો દાવો
Ukraine Russia War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેંસ્કીએ રશિયન હુમલાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે રશિયાએ મિસાઈલ હુમલાથી વિનિત્સિયા એરપોર્ટને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube