આજે (મંગળવાર) રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો 13મો દિવસ છે. યુક્રેન પર રશિયાના હુમલા ચાલુ છે, જ્યારે યુક્રેન પણ રશિયાને જડબાતોડ જવાબ આપવાનો દાવો કરી રહ્યું છે. ઘણા દેશોને ડર છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ ન જાય. યુદ્ધના કારણે ઘણા દેશોના નાગરિકો યુક્રેનમાં ફસાયેલા છે. ભારત પોતાના નાગરિકોની વાપસી માટે ઓપરેશન ગંગા ચલાવી રહ્યું છે. રુસો-યુક્રેન યુદ્ધના ક્ષણ-ક્ષણ અપડેટ્સ અહીં જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા પાસેથી તેલની આયાત બંધ કરશે અમેરિકા
યુક્રેન પર હુમલો કરનારા રશિયા સામે પ્રતિબંધોને વધુ કડક બનાવતા અમેરિકાએ રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ટૂંક સમયમાં તેની જાહેરાત કરી શકે છે.


યુક્રેનમાંથી 2 મિલિયન લોકો ભાગ્યા
એએફપી સમાચાર એજન્સીના અહેવાલમાં સંયુક્ત રાષ્ટ્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યુક્રેન યુદ્ધમાં 20 લાખથી વધુ લોકો શરણાર્થી બનીને ભાગી ગયા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube